આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શિક્ષણ માટેની જોગવાઈનાં સાધનો ક્યાંથી લાવવાં? રશિયાએ વિજ્ઞાનમાં પોતાની બધી પ્રગતિ અંગ્રેજી વગર જ કરી છે. આપણી મનોવૃત્તિ એવી ગુલામ બની ગઈ છે કે, અંગ્રેજી વગર આપણું ચાલે નહી, એવું આપણને લાગ્યા કરે છે. કામ શરૂ કર્યા પહેલાં આગળ હારી બેસવાની આવી માન્યતાને હું કદી નહીં સ્વીકારું.

ह૦ बं૦, ૨૫-૮-૪૬


૩૯
ગ્રામવિદ્યાપીઠ

ડો. કિની મૈસૂરમાં કેળવણી ખાતાના પ્રધાન હતાં. તેમણે हरिजन માટે એક લાંબો લેખ લખ્યો છે. તેમના કહેવાની મતલબા એવી છે કે, હિંદુસ્તાન ગરીબા રહ્યું છે, તેનું કારણ રાજસત્તાએ ગરીબા ગામડાંને સાચી કેળવણીથી દૂર રાખ્યાં છે તે છે. તેઓ માને છે કે, આપણાં શહેરોમાં જે વિદ્યાપીઠો છે, તેમનાથી ગામડાંની સેવા નહીં થાય. કેમાં કે, એ વિદ્યાપીઠમાં અંગ્રેજા સરકારે કેળવણીની જે વ્યવસ્થા કરી છે, તે બધી પશ્ચિમની વાતોને આગળ વધારવા માટે જ છે, અને એ વિદ્યાપીઠોમાં ગામડાંને લાયકની કેળવણી દાખલ કરવી મુશ્કેલ છે.

ડો. કિની ઈચ્છે છે કે, ગામડાં માટે ગ્રામવિદ્યાપીઠો હોવી જોઈએ, જ્યાં સામાન્ય વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી ઉંમરના માણસો ભણી શકે. કિનીસાહેબ કહે છે કે, ગ્રામવિદ્યાપીઠોના અભ્યાસક્રમમાં ખેતીવાડી, ફળની ખેતી, રેશમાં ઉત્પાદન, ગોપાલન, મરઘાં બતકાંની ઉછેર, મધમાખીની ઉછેર, મચ્છીનો ધંધો, ખાદીવિદ્યા, ગ્રામસફાઈ, ગ્રામવિદ્યુત, સમાજશાસ્ત્ર, ગ્રામરચના, ગ્રામવ્યાપાર તથા ગ્રામશરાફી વગેરે વિષયો હોવા જોઈએ.

લેખક જણાવે છે કે, હિન્દનાં ગામડાંમાં આ બધી વસ્તુઓ શાસ્ત્રીય ઢબે શીખવવામાં આવે, તો ગામડાંની સિકલ બદલાઈ જશે અને ગામડાંને

૧૩૮