આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજે શહેરો તરફા જોઈઓ રહેવું પડે છે તે સ્થિતિ પલટાઈ જશે, બલ્કે શહેરોને ગામડાં તરફ વળવું પડશે.

ડો. કિનીના લેખનો મેં કેવળ સાર આપ્યો છે. મધ્યસ્થ સરકાર અને પ્રાંતીય સરકારો આ વાત સ્વીકારે, તો ઘણું કામ થઈ શકે. પોતાના વિચારોને અમલી ઘાટ આપવાને માટે ડો. કિનીએ ડો. ઝાકિર હુસેન અને આર્યનાયકમ દંપતી સાથે મસલત કરવી જોઈએ. હું માનું છું કે , ગામડાંની નવી વિદ્યાપીઠો કાઢવાને બદલે શહેરોની વિદ્યાપીઠોને પલટાવી શકાય.

નવી દિલ્હી, ૧૫-૯-‘૪૬

ह૦ बं૦, ૧૩-૧૦-‘૪૬

૪૦
નવી વિદ્યાપીઠો

નવી વિદ્યાપીઠોનો વા દેશમાં ચાલી રહ્યો છે. ગુજરાતને ગુજરાતી ભાષા સારું, મહારાષ્ટ્રને મરાઠી સારું, કર્ણાટકને કાનડી સારુ, ઉત્કલને ઉડિયા સારુ, આસામને આસામી સારુ , મને લાગે છે કે, આમ ભાષા પરત્વે વિદ્યાપીઠો હોવી જોઈએ.

પણ આ વિચારનો અમલ કરવામાં કંઈક ઉતાવળ થતી હોય એમ લાગે છે. પ્રથમા પગલા લેખે ભાષાવાર પ્રામતો થવા જોઈએ. તેનું રાજ્યતંત્ર જુદૂં હોવું આવશ્યક છે. મુંબઈ પ્રાંતમાં ગુજરાતી, મરાઠી, કાનડી આવે છે. મદ્રાસમાં તામિલ, તેલુગુ, મલયાળી ને કાનડી છે. આંધ્ર વિદ્યાપીઠ નોખી છે. તેને કંઈ કાળ થઈ ગયો. પણ તે ખીલી નીકળી છે એમ ન ગણાય. અનામલી છે તે તામિલ સારુ હોય. તેથી તામિલ ભાષાનું પોષણ થાય છે અથવા તેનું ગૌરવ વધ્યું છે એમ નથી ગણતો. નવી વિદ્યાપીઠો થાય તેના પહેલાં તેની ભૂમિકા રૂપે તે ભાષા જ્યાં છેવટ લગી માધ્યમ હોય એવી છેવટ સુધીની કેળવણીવાળી શાળાઓ હોવી જોઈએ. તો જ

૧૩૯