આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિદ્યાપીઠનું વાતાવરણ જામ્યું કહેવાય. વિદ્યાપીઠ ટોચ છે. પાયો મજબૂત ન હોય તો મજબૂત ટોચની આશા ના રાખી શકાય. વળી, હજુ આપણે પશ્ચિમના પ્રભાવમાંથી મુક્ત નથી થયા. જેઓ માનતા હોય કે પશ્ચીમમાં જ સર્વસ્વ છે ને જ્ઞાનમાત્ર ત્યાંથી જ મળે એમ છે, તેઓને મારે કંઈ કહેવાપણું ન હોય. પશ્ચિમમાં કંઈ જ સાચું નથી અથવા ન મળે એમ મેં કદી નથી માન્યું. ત્યાં શું સારું છે ને શું નઠારું છે, એ સમજવા જેટલી આપણે પ્રગતિ નથી અક્રી. પરદેશી ભાષા કે વિચારના દબાણમાંથી આપણે છૂટ્યા છીએ એમ કહેવાય નહીં. તેથી ડાહ્યા માણસોનો ધર્મ છે કે, નવી વિદ્યાપીઠ સ્થાપવાની ખટપટમાં પડતા પહેલાં થોડો શ્વાસ લે. વિદ્યાપીઠો માત્ર પૈસાથી કે મોટાં મકાનોથી નથી બનતી. વિદ્યાપીઠોની પાછળ લોકમત હોવો જોઈએ; મોટું શિક્ષક મંડળ હોવું જોઈએ; સૂક્ષ્મ વિવેક હોવો જોઈએ.

મારી દૃષ્ટિએ વિદાપીઠોને સારુ દ્રવ્ય કાઢવાનો ધર્મ હકૂમતનો નથી. લોકમાં એ ધગશ હોય તો પૈસો લોકો જ કાઢે. આમ થયેલી વિદ્યાપીઠો શોભી નીકળે. જ્યાં તંત્ર પરાયું છે ત્યાં બધું ઉપરથી ટપકે છે, એટલે લોકો પરાધીન રહે છે. જ્યાં લોકનું તંત્ર છે ત્યાં બધું નીચેથી ઊંચે જાય છે ને તેથી તે ટકે છે, શોભે છે ને લોકોને પોષે છે. વિદ્યાધનમાં રેડાયેલું ધન સારી જમીનમાં વવાયેલા બીજની જેમ અનેક ગણું વળતર આપે છે. પરદેશી તંત્ર નીચે સ્થપાયેલી વિદ્યાપીઠે એથી ઊલટું કામ કર્યું છે. બીજું થવું અશક્ય હતું. એટલે ભારતવર્ષ જ્યાં લગી સ્થિર ન થાય, ત્યઆં લગી નવી વિદ્યાપીઠો કરવામાં હું બહુ ભય જોઉં છું.

વળી હિંદુમુસલમાન ઝઘડાએ એવું ભયાનક રૂપ પકડ્યું છે કે આપણે છેવટે ક્યામ્ જઈને બેસીશું એ કહેવું મુશ્કેલ છે. ધારે ઓએ ન બનવા જેવી વસ્તુ બને ને હિંદુસ્તાનમાં કેવળ હુંદુ જ રહે ને પાકિસ્તાનમાં કેવળ મુસલમાન જ રહે, તો આપણી કેળવણી એક રૂપ લેશે ને તે ઝેરી હશે. જો હિંદુ, મુસલમાન ને બીજા ધર્મો હિંદુસ્તાનમાં ભઆઈ ભાઈ બનીને રહેશે, તો કેળવણી બીજું ને સૌમ્ય રૂપ લેશે. કાં તો આપણે અનેક ધરમ્ના લોકોને પ્રેમથી ભેળવતા આવા છીએ ને તેમાંથી જે સભ્યતા

૧૪૦