આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પેદા થઈ છે તેને દૃઢ કરીશું ને વધારે સારું રૂપ આપીશું અથવા એવો કાલ શોધીશું કે જ્યારે કેવળ હિંદુધર્મી જ હિંદુસ્તાનમાં હતા. આવો કાળ મળવો કદાચ અશક્ય થઈ પડે. અને મળે ને તેને અનુસરીએ તો આપણે ઘણા સૌકા પાછા પડીશું ને જગતમાં અળખામણા થઈશું. દાખલા તરીકે, મુસલમાની કાળને ભૂલવા મથીએ તો દિલ્હીની જુમા મસ્જિદ, અલીગઢની વિદ્યાપીઠ, આગ્રાનો તાજમહાલ, દીલ્હી ને આગ્રામાં મુસલમાની જમાનામાં બંધાયેલા કિલ્લાઓ ભૂલવા જોઈશે. આ નિશ્ચયો લેવા જેવું આપણી પાસે વાતાવરણ નથી. સ્વતંત્રતા આપણે ઘડી રહ્યાં છીએ. ક્યાં જઈને ઊભા રહીશું એ આપણે નથી જાણતા. એ ન જાણીએ ત્યાં લગી ચાલુ વિદ્યાપીઠોમાં જે ફેરફાર થઈ શકે તે કરી ને ચાલુ તાલીમી સંસ્થાઓમાં સ્વતંત્રતાનો પ્રાણ રેડીએ તો ઘણું થયું હશે; ને તેમ કરતાં મળેલો અનુભવ નવી વિદ્યાપીઠો સ્થાપવામાં મદદ રૂપ નીવડશે.

રહી પાયાની કેળવણી. આ કેળવણીને વર્ષ તો ઘણાં નથી થયાં એટલે અમલમામ્ ઓછી મુકાઈ છે. અનુભવ ઓછો થયો છે છતાં મનમાં તેનો વિકાસ થયા જ કર્યો છે. અનુભવ પણ એટલો થયો ગણાય કે એને કોઈ કેળવણીકારે ફેંકી ન દેવી જોઈએ. તેની ઉત્પત્તિ આ મુલકના વાતવરણમાંથી થાઈ છે. તેથી તેને પહોંચી વળવા સારુ થઈ છે. આ વાતાવરણ હિંદના સાત લાખ ગામડાં ને તેમાં વસનારા કરોડો ગામડિયામાં છવાયું છે. તેને ભૂલો એટાલે ભીંત ભૂલ્યા. હિંદ તેના શહેરોમાં નથી, તેનાં ગામડાંઓમાં છે. શહેરો પરદેશી તંત્રની હાજત હતાં. તેઓ જેવાં હતાં તેવાં નભે છે, કેમ કે પરદેશી તંત્ર ગયું પણ તેની અસર નથી ગઈ.

આ લેખ હું નવી દીલ્હીમાં લખી રહ્યો છું. અહીં બેઠો હું ગામડાંઓનો શો ખ્યાલ કરી શકું ? જે મને લાગુ પડે છે તે આપણા પ્રધાનમંડળને પણ લાગુ પડે છે. ફેર એટલો કે તેઓને વિશેષ લાગુ પડે છે,

પાયાની કેળવણીના પાયા વિચારી જોઈએ :

(૧) બધી કેળવણી સ્વાશ્રયી હોવી જોઈએ, એટલે કે સરવાળે મૂડી બાદ કરતાં બધુ ખર્ચ પોતે ઉપાડે.

૧૪૧