આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪૧
તાલીમી સંઘના સભ્યો જોડે વાર્તાલાપ

[હુંદુસ્તની તાલીમી સંઘની સભામાં ગાંધીજીએ બે દિવસ - ૨૨ ને ૨૩મી એપ્રિલ, ૧૯૪૭, બે બે કલાકનો સમય આપ્યો.જે સાવાલ જવાબ થયા તેનો હેવાલ શ્રી દેવપ્રકાશે આપેલો તે નીચે આપ્યો છે. –સં૦]

બજેટ

ઝાકિર સાહેબ : સવારની સભામાં પ્રાંતોની સ્થિતિ જણાવવામાં આવી, બજેટ પાસ થયું અને સરકાર પાસે કેટલી રકમ લેવી તેની ચર્ચા થઈ.

ગાંધીજી : સરકાર તો આપણે માગીએ તેટલી રકમ આપશે. પણ આપણે સરકારની મદદ પર ઊભા રહેવાની કોશિશ કરીશું તો આપણું કામ મરી જશે.

ઝાકિર સાહેબ : નહીં, એ તો ફક્ત વિદ્યાર્થીઓની ફીની વાત હતી. કેટલા વિદ્યાર્થી લેવા એ સવાલ હતો. વધારે વિદ્યાર્થીઓ લેવાથી ખરચતો નીકળી જાય, પણ ઘણા વધારે લેવાથી કામ બગડે.

ગાંધીજી : એ તો ઉઘાડી વાત છે. જેટલા વિદ્યાર્થીઓ લેવા માગતા હો તેટલા જ લેવા જોઈએ, વધારે નહીં. બજેટ વિષે મારે ઘણું કહેવાનું છે. તેને માટે આશાદેવી અને આર્યનાકમ્ મારી સાથે બેસે અને જે ફેરફાર કરી શકાય તે કરે. ત્રન વરસ પછી મારી પાસે કે બીજા પાસે કશું લેવાનું ન હોય. એમ નહીં કરો તો નવી તાલીમ ચાલવાની નથી. તમે તેને સ્વાવલંબી બનાવવા માગતા હો તો એ રીતે બજેટ બનાવો. ત્રણ વરસ પછી એમાં સફળ ન થઈ શકો તો દેશની આગળ તમારે તમારી હાર કબૂલ કરવી જોઈએ. આપણે મેળવેલી આબરૂને ધક્કો પહોંચશે એવા ડરથી ચૂપ રહેવું ન જોઈએ. સાચી આબરૂ તો સફળતામાં રહેલી છે.

ચાદર જોઈને સોડ તાણો

ઝાકિર સાહેબ : મદ્રાસમામ્ તાલીમી સંઘ તરફથી એક શાળા ચલાવવાની એ પ્રાંત તરફથી માગાણી આવી છે. સરકાર ખર્ચ આપવા તૈયાર

૧૪૩