આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નવી તાલીમમાં ખાદીનું સ્થાન

રેંટિયાની વાત નવી તાલીમની પહેલાંની છે. જ્યારે 1908માં દક્ષિણા આફ્રિકામાં મેં એની વાત છેડી ત્યારે એને વિષે હું કમી જ જાણતો ન હતો. એનું જ્ઞાના પાછળથી મળ્યું. પછી આવ્યો કાનૂના ભંગા અને અલીભાઈઓનો જમાનો. તેમાં પણ રેંટિયાને મહત્ત્વનું સ્થાના હતું. મારી નજરા આગળા ખાડીનું જે ચિત્ર છે તે મેં ગઈ કાલે પ્રાર્થનામાં વરણાવ્યું હતું. મિલના બધાયે કાપડનું સ્થાન લઈ શકે તે ખાદી : નવી તાલીમમાં ખાદીજ રાખો એમાં હું નથી કહેતો. ફણા ગરીબોની ઉન્નતિ કરી શકે એવી બીજી કઈ ચીજ છે? એવી વસ્તુ મને બતાવો તો હું મારી ભૂલ કબૂલા કરી લઈશ. વિનોબા, ક્રુષ્ણદાસ તથા નારાયણદાસને મેં પૂછ્યું હતું, પણ મારી પાસે તો એક સાદો હિસાબ છે. સૌ હિંદીઓ એક કલાક કાંતે તો સૌને જરૂરી કાપડ પૂરું પડે. જરૂરી કાપડ માટે દરેકને છ કલાક કાંતવું પડે તો તો ખાદી મરી જ જાય.

કેમ કે, લોકોને બીજાં કામ પણ હોય છે – અનાજ પકવાનું છે, બૌદ્ધિકા કામ કરવાનું છે. અને નવી તાલીમમાં ક્યારેય ગધ્ધાવૈતરું કરવું પડે તો એ નકામી થઈ જશે. કાંતવામાં એક કલાક પણ જાય તો તેથી આત્માની ઉન્નતિ થાય છે, થવી જોઈએ.

પાયાની કેળવણી પછીની કેળવણી

સાઇયદેન સાહેબે કહ્યું કે, પાયાની કેળવણી પછીની કેળવણીમાં તો મિલના સંચાનું કામ શેખવવું જ જોઈએ. હું એવું નથી માણતો. મારી દ્રષ્ટિએ પાયાની કેળવણીનો પાયો ખાદી પર છે તે યોગ્ય હોય તો પછીની કેળવણીમાં પણ એ જ પાયો રહેવો જોઈએ. ગઈ કાલે દેવપ્રકાશે ઝાડુ ને તકલી વિષે લખેલો એક લેખ મને બતાવ્યો. તેમણે નવી તાલીમનું કંઈક કામ કર્યું છે. એ લેખમાં જણાવ્યું છે એ બધું કહરું હોય તો તેમાં ઘણી બાબતો આવી જાય છે. તેમાં ઊંચા દરજ્જાનું ઈજનેરી જ્ઞાન પણ આવે છે. પણ આપણે એ બધું હજામ કર્યું હોય તો જ તેનું શિક્ષણ આપી શકીએ. આપણે આ બાબતોનું શાસ્ત્ર નથી બતાવ્યું. અંગ્રેજોની મિલોનો પાયો આપણી તકલીને સાળ પર મંડાયેલો છે. તેમણે મિલ આપણું શોષણ કરવાને બનાવી. આપણે એવું કરવા માગતા નથી, એટલે

૧૪૫