આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણે મિલોની જરૂર નથી. આપણે તકલી ને સાળનું જ શાસ્ત્ર રચવું જોઈએ. હિંદુસ્તાન યુરોપને રસ્તે જશે તો હિંદુસ્તાનનો નાશ થવાનો છે, દુનિયાનો નાશ થવાનો છે. હા, જો તમારો વિચાર પાકો થઈ ગયો હોય તો પછી મિલોની જ વાત કરો.

ઝાકિર સાહેબ : આપણી શાળાઓમાં ભણીને છોકરાઓ મિલોમાં નોકરી શોધે છે !

ગાંધીજી : મારી શાળામાં ભણનારા છોકરા મિલ તરફ નજર નહીં કરે. મિલ કાપડ ખાદીની જોડાજોડ ન વેકાવું જોઈએ. મિલો પોતાનું કાપડ હિંદુસ્તાન બહાર મોકલી શકે. લેંકેશાયરનું કાપડ લેંકેશાયરમાં નહીં મળે, બધું બહાર ચાલ્યું જાય છે. પણ આપણી મિલોનું કાપડ બહારના બજારમાં પણ કડાક લાંબો સમયા નહીં વેચી શકાય.

તમે કહો છો કે, ચારે તરફ મિલનું જ વાતાવરણ છે, આપણાં પ્રધાનો પણ મિલો જ ખોલવા ઈચ્છે છે, એ સ્થિતિમાં અમે શું કરીએ? તમારી વાત સાચી છ. પણ આપણે આપણાં ધ્યેયને માટે કામ કરતાં કરતાં મરીશું. ખાદી વિષે આપણે સાચી શ્રદ્ધા હોય તો આપણે એ ચલાવવી જોઈએ ને પ્રધાનોને બતાવી આપવું જોઈએકે, આપણે કરીએ છીએ તે બરાબર છે ને એ પ્રમાણે કરતાં રહીશું. આપણે હારવાના નથી. તાલીમી સંઘ કાઢ્યો કોંગ્રેસે, પણ તેણે તેમાં રસ નથી લીધો. ચરખા સંઘ પણ કોંગ્રેસે કાઢ્યો, ફણા તેને તેણે અપનાવ્યો નથી. આજે આ સંસ્થાઓની કોઈ દરકાર કરે છે ? કોંગ્રેસવાળાઓ પાસે જ્યારે ઓછા પૈસા હતા, થોડો અનુભવ હતો, ત્યારે તેમણે રચનાત્મક કારી તરફ કંઈક ધ્યાન આપ્યું, કંઈક કામ પણ કર્યું. હવે હાથમાં સત્તા આવી છે. પણ એ પચી નથી. આસ્તે આસ્તે પચશે.

તાલીમી સંઘનો રાજ્ય સાથેનો સંબંધ

ઝાકિર સાહેબ : આપણે બહુ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનો છે . નવી તાલીમની શાળા ચલાવવી એ એકા નવી વ્યવસ્થા ઊભી કરવા બરાબર છે. અને બધી સત્તા તો પ્રધાનોના હાથમાં છે, જેઓ આપણી સાથે પૂરેપૂરા એકમત નથી.

૧૪૬