આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગાંધીજી : મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનો છે એમાં કંઇ શક નથી. નાગરિકો આમસ્તા થોડા જ ઘડાવાના છે ! ઝાકિર સાહેબ : કાં તો આપ તાલીમી સંઘના કામને સરકાર સાથે જોડી આપો, નહીં તો આપણે આપણો જુદો રસ્તો શોધી લેવો પડશે. ગાંધીજી : હું કબૂલ કરું છું કે, આજે પહેલાંના જેટલી મારી શક્તિ નથી. એમાં સરકારનો દોષ નથી. તેમની પાસે સરકારનું તૈયાર તંત્ર આવ્યું છે. એ તેમણે ચલાવવાનું છે. હું પ્રધાન હોત તો હું પણ કદાચ એમ જ કરત. જોકે જવાહરલાલ વગેરે સાથે હું આ સંબંધમાં વાત કરું છું. કેળવણીનું કાં સમજાવવાનું જ છે ને ? ભગવાનને પ્રાર્થના કરું છું કે , કાં તો તે મને ઉઠાવી લે અથવા મારી વાણીમાં એટલું બળ મૂકે કે જેથી હું લોકોને ને તેમના પ્રતિનિધિઓને સમજાવી શકું. નવી તાલીમમાં તમામ શક્તિ ભરેલી છે, તમે એમ ન માનતા હો તો એને ફેંકી દો. કેટલાક લોકો મને કહે છે કે, હવે તમારું કામ પૂરું થયું. આજ સુધી અહિંસાથી કામ ચાલ્યું. હવે તમે ખસી જાઓ. અમે તમારું સાંભળવાના નથી.

ઝાકિર હુસેન : પરમતું બાપુજી, કોંગ્રેસે સરકારને કહેવું તો જોઈએ. કોંગ્રેસે પોતાની કેળવણી વિષેની નીતિ શી છે તે પ્રધાનોને કહયું જ નથી. અહીં આવતાં પહેલાં હું મૌલાના સાહેબને મળ્યો હતો. તેમણે સહાનુભૂતિ બતાવીને તાલીમી સમઘા વાળાઓને પોતાને મળવા જણાવ્યું. હવે તાલીમી સંઘે તેમને મળવાનું ઠરાવ્યું છે.

ગાંધીજી : તેમણે તમને પહેલેથી જ બોલાવવા જોઈતા હતા. સારજન્ટ સાહેબ ભલે કામ કરે, ફણા તેમણે તમારી સલાહ પ્રમાણે કામ કરવું જોઈએ. હું તો મૌલાના સાહેબને કહેતો આવ્યો છું કે ઝાકિર હુસેન સાહેબને બોલાવો. આ બધું સમજીને કામ કરો.

ઝાકિર સાહેબ : થોડાક પ્રયત્નથી કામ થઈ શકે એમ છે. આપણે પ્રયત્ન જ નથી કર્યો.

ગાંધીજી : આહે કોંગ્રેસનું તંત્ર તૂટતું જાય છે. સૌને એ દેખાતું નથી, પણ મને તો દેખાય છે.

૧૪૭