આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધાર્મિક શિક્ષણ

ઝાકિર સાહેબ : હું માનું છું કે, ધાર્મિક શિક્ષણને માટે શાળાઓમાં સગવડ કરી આપવી જોઈએ અને વખત આપવો જોઈએ. એ રીતે ધાર્મિક શિક્ષણ આપવામાં આવે તો જેઓ ધર્મ સમજે છે એવા લોકો શિક્ષણ આપી શકશે. પણ સરકાર આથી વધારે જવાબદારી માથે લેશે તો તેથી ગેરસમજ ને ઝઘડો વધશે. ધારો કે મૌલાના સાહેબા ધાર્મિક શિક્ષણ માટેનો અભ્યાસક્રમ તૈયાર કરે, પણ લોકો તેને માન્ય રાખશે ખરા?

ગાંધીજી : મૌલાના સાહેબ સાથે વાત કરો. હું નથી માણતો કે, સરકારે ધાર્મિકા શિક્ષણ આપવું જોઈએ. માની લઈએ કે કેટલાક મુસલમાનો ખોટી રીતે ધાર્મિકા શિક્ષણ આપવા માગે છે, પણ તેમણે રોકશો કેવી રીતે ? એવા પ્રયત્ન કરશો તો પરિણામ ખરાબ આવશે. જેઓ પોતાના તરફથી ધાર્મિક શિક્ષણ મફત આપવા માગે તેઓ ભલે આપે. આપણે તો સૌ ધર્મોના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો પ્રમાણે નીતિનું શિક્ષણ આપીએ.

પ્રમાણ પત્ર

આર્યનાયકમ્ : એક બીજો સવાલ છે. જે વિદ્યાર્થીઓનો સાત વરસનો અભ્યાસક્રમ પૂરો થયો છે. તેમણે પ્રમાણપત્ર આપવાનાં છે. એ પ્રમાણપત્ર કઈ દ્રષ્ટિએ આપવું ને તેનું નામ શું રાખવું?

ગાંધીજી : પ્રમાણ પત્ર હિંદુસ્તાનીમાં બંને લિપિઓમાં સૌ સમજી શકે એવું હોવું જોઈએ. આપણે કહીએ કે આપનો વિદ્યાર્થી મેટ્રિકના ધોરણ કરતાં વધારે જાણે છે, તો તે આપણે બતાવવું જોઈએ. નામ ને કામનો મેળ હોવો જોઈએ. નામ મોટું આપો ને તે પ્રમાણે કામ ન હોય તો શોભશે નહીં.

ઝાકિર સાહેબ : વિદ્યાર્થી પાયાની કેળવણી પૂરી કરી છે. એટલું જણાવી તો ?

ગાંધીજી : એને માટે, જેમ હિન્દી સમ્મેલને પોતાની અપરીક્ષાઓને માટે નામ રાખ્યાં છે, તેમ નામ હોવંછ જોઈએ.

૧૪૮