આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સહશિક્ષણ

અવિનાશલિંગમ્ : તાલીમી સંઘની નીતિ સહશિક્ષણની છે અમે દક્ષિણમાં આ રિવાજ દાખલ કરવા માગતા નથી.

ગાંધીજી : તો તમે એમ પણ કહી શકો કે, અમે નવી તાલીમનો અમુક ભાગ જ લઈશું; સંપૂર્ણ નવી તાલીમ મદ્રાસને અનુકૂળ નથી. જો તમે શાળામાં સહશિક્ષણ રાખશો ને અધ્યાપન મંદિરોમાં નહીં રાખો, તો વિદ્યાર્થીઓ સમજાશે કે દાળમાં કંઈક કાળું છે. અવિનાશલિંગમ : જે ઉંમરે વિદ્યાર્થીઈ પોતાનું સંપૂર્ણ મન પારખી શકે તે ઉંમરે પહોંચ્યા પછી છોકરા છોકરીઓ સાથે ભણે તેમાં કંઈ નુકશાન નથી. પણ અધ્યાપન મંદિરોમાં ૧૫-૧૬ વરસની છોકરીઓ આવે છે, તેમને અલગ ભણાવવી સારી.

ઝાકિર સાહેબ : અધ્યાપન મંદિરોમાં સહશિક્ષણ રાખવાનું ફરજીયાત નથી.

ગાંધીજી : તમારી (અવિનાશલિંગમ્‌ની) દલીલોની મારા વિચારો પર કશી અસર નથી થતી. મારાં બાળકો ખરાબ હશે તોપણ હું તેમણે જોખમમાં પાડવા દઈશ. એક દિવસા આપણે આ કામવૃતિ છોડાવી પડશે. હિંદુસ્તાન માટે આપણે પાશ્ચિમના દાખલા ન શોધવા જોઈએ. અધ્યાપન મંદિરોમાં શિક્ષકો લાયકા ને પવિત્ર હશે, નવી તાલીમની ભાવના તેમનામાં ભરેલી હશે, તો કશું જોખમ નથી. દુર્ભાગ્યે થોડા દાખલા એવા બની જાય તોયે ચિંતા નહીં. એવા બનાવો દરેક જગ્યાએ બનવાના.

ઝાકિર સાહેબ : મદ્રાસનો અમને અનુભવ નથી. ત્યાં વાતાવરણ ઠીક ના હોય તો તેની રાહ જુઓ. ત્યાં સુધી ત્યાંની છોકરીઓને સેવાગ્રામ મોકલો.

પાયાની કેળવણીનું સાહિત્ય

અવિનાશલિંગમ્ : એક બીજે મુશ્કેલી છે. પાયાની કેળવણીનું સાહિત્ય નથી. એક જગ્યાએ પણ એવું સાહિત્ય તૈયાર થાય તો તેના પરથી અમે અમારા પ્રાન્તની જરૂર પ્રમાણે તૈયારી કરી લઈએ. તાલીમી સંઘે આ કામ કરવું જોઈએ. એ સસ્તા બ્લોક બનાવરાવી શકે, બધાં ચિત્રો તૈયાર કરાવી શકે, વગેરે.

૧૪૯