આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ શંકાસ્પદ છે. જુદા જુદા હસ્તઉદ્યોગોમાં જુદી જુદી કમાણી થાય છે. સુથારીમાં રોજ બેત્રણ રૂપિયા કમાઈ શકે છે. કાંતણમાં બહુ ઓછુ મળે છે. આજના જમાનામાં મિલનું કામ હાથે કરવામાં મિલના પ્રમાણમાં કમાણી ઘણી ઓછી થાય છે. ચરખા સંઘના દર મુજબ તો તેમણે ચ આના કે આઠ આના રોજ મળે. પણ આખા પ્રાંતમાં પાયાની શાળાઓ કાળવા માંડે, તો ચરખા સંઘ બધું સૂતર કહરીદી નહીં શકે. આજે પણ ઘણું સૂતર ચરખા સંઘથી ખરીદી શકાયું નથી અને બજારભાવે વેચતાં તો તેના ઘણા ઓછા પૈસા ઊપજે. થવું તો એમ જોઈએ કે શાળાઓનું બધું સૂતર સરકાર ખરીદી લે. આ સ્થિતિમાં કયો ઉદ્યોગ સ્વીકારવો જોઈએ?

ગાંધીજી : આપણે ખાદીનો રૂપિયા-આના-પાઈમાં હિસાબ કરીએ છીએ તે ભૂલી જવું જોઈએ. ખાડી આપણું મધ્યબિન્દુ છે, કારણ કે આપણ સૌને કાપડની જરૂર છે. અને મારી આગળા તો હિંદુસ્તાનનાં છ લાખ ગામડાનો પ્રશ્ન છે. આજે વણકારોને લાલચ આપીને વધારે ભાવ આપીને સૂતર વણવું પડે છે. દરેક માણસ કાંતતા શીખે એ બાબત પર મેં જેટલો ભાર મૂક્યો તેટલો દરેક માણસ વણતાં પણ શીખે એ બાબત પર ન મૂક્યો એ મારી ભૂલ હતી. પણલોકો પાસે જેટલો વખત ફાજલ રહેતો હોય તેના પ્રમાણમાં જ કાંતવા વણવામાં વકહત આપવો જોઈએ. એમાં બધો વખત ચાલ્યો જાય એમ હોય તો પછી મારે પછી વિચાર કરવો જોઈશે. નવી તાલીમનો શિક્ષકા પણ કારીગર હશે, કેવળ પગાર ખાનારો ભાડૂતી નહીં હોય. તેની પત્ની તથા બાળકોએ પણ તેના કામમાં સાથ આપવો જોઈશે. ત્યારે જ સાચો સહકાર પેદા થશે. આખા હિંદુસ્તાનમાં ગામેગામથી નવી તાલીમ ચાલી પડે તો એક મોટું કામ થશે.

નવી તાલીમમાં ખેતીનું સ્થાન

કેટાલાંક પૂછે છે કે, નવે તાલીમમાં ખેતીને મધ્યબિન્દુ રાખી શકાય ? ખેતીમાં હાથકળા શીખી ના શકાય, હાથની કેળવણી ન થાય. અને નવી તાલીમા કોઈએ એક ધંધો શીખવવા માટે નથી. એ તો હાથને કેળવીને માણસનો વિકાસ કરવાને માટે છે. તેનું ધ્યેય વિદ્યાર્થીઓના જીવનમાં

૧૫૧