આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારફતે કામ ચાલે; ફાળો ઉઘરાવીને પૈસા પણ તે જ આપે. એ રીતે આખા દેશમાં એક લાખ વસ્ત્રસ્વાવલંબી બનાવવાની યોજના છે.

ગાંધીજી : આજે કોંગ્રેસનું તંત્ર બગડતું જાય છે. જ્યાં કોંગ્રેસના હાથમાં સત્તા છે ત્યાં તો પ્રાંતિક સમિતિને સરકાર એક હોય. તેઓ એકબીજાને બળવાન બનાવે. આજે તો સૌ પોતપોતાનું હામકે છે. કોઈ એકબીજાની પરવા કરતું નથી. તેમણે એકદિલ ને એકજીવ પણ બનવું જોઈએ.

સંપૂર્ણાનંદ : આ વસ્તુ ચાલી ન શકે. કોંગ્રેસા પ્રધાનમંડળો કામ કરવા માંગે છે. આપ તેમની મારફતે કામ લો, પણ કોંગ્રેસ સમિતિઓ મારફતે નહીં લઈ શકો. કોંગ્રેસ સમિતિ આજે સરકારને હુકમાં કરવા માગે છે. એ ન ચાલે.

ગાંધીજી : એમ કહી શકાય કે, સરકારે પોતાની માર્યાદા આંકી લેવી જોઈએ. આજે આપણે લોકો પાસેથી ફાળો ન ઉઘરવી શકીએ. લોકો કહેશે કે, અમે સરકારને પૈસા આપી દીધા, હવે તમને શાના આપીએ ? એટ્લે આપણે પ્રધાનો પાસે માગણી કરવી જોઈએ કે, અમુક રચનાત્મકા કાર્યને માટે અમુક રકમની જરૂર છે. તેઓ ના આપે તો આપણે તેમનો વિરોધ કરીએ અને લોકોને કહીએ કે આ સ્થિતિ છે. પરંતુ જે કામ સરકાર કરી શકે તેને માટે આપણે લોકો પાસે પૈસા ન માગી શકીએ.

અવિનાશલિંગમ : હરિજનો માટે તો આપણે ફાળો ઉઘરાવી છીએ.

ગાંધીજી : એ જુદી વાત છે. એ પ્રાયશ્ચિત છે.

અવિનાશાલિંગમ : બધું કામ સરકાર કરી શકે તેટલા પૈસા તેની પાસે નથી.

ગાંધીજી : હા, કોઈ એવું કામ હોય કે જે સરકાર ના કરી શકે તે લોકો કરે. તેને માટે ફાળો ઉઘરાવી શકાય.

ह૦ बं૦ ૯-૧૧-‘૪૭

૧૫૩