આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સ્વાવલંબી કેળવણી

મદ્રાસથી ડૉ.લક્ષ્મીપતિ લખે છેઃ

"મેં પાદરીઓની કેટલીક સંસ્થાઓ જોઈ છે. ત્યાં નિશાળ ફક્ત સવારે જ ચાલે છે અને સાંજનો વખત ખેતીના કામમાં કંઈક હાથઉદ્યોગમાં વાપરવામાં આવે છે, ને એ કામને સારુ વિદ્યાર્થીઓએ કરેલાં કામનાં જાત અને પ્રમાણ અનુસાર કંઈક મહેનતાણું અપાય છે. આ રીતે સંસ્થાને ઓછેવત્તે અંશે સ્વાવલંબી બનાવવામાં આવે છે; અને વિદ્યાર્થીઓ જ્યારે નિશાળ છોડે ત્યારે તેમને પોતે શું થશે ને ક્યાં જશું એવો ગભરાટ થતો નથી, કેમ કે એને ઓછામાં ઓછું પોતાની આજીવિકા જેટલું કમાઈ લેવા જેટલું શિક્ષણ તો મળ્યું હોય છે. સરકારી કેળવણી ખાતાની એક જ ઘરેડીયા નિશાળોમાં જે રગશિયું ગાડું ચાલે છે ને જે નીરસ રીતે કામ ચાલે છે તેના કરતાં જે વાતાવરણમાં આવી નિશાળો ચાલે છે તે છેક જુદું હોય છે. છોકરાઓનું આરોગ્ય વધારે સારું દેખાય છે, પોતે કંઈક ઉપયોગી કામ કર્યું છે એ વિચારથી તેઓ આનંદમાં હોય છે, એમનાં શરીરનો બાંધો પણ વધારે સારો હોય છે. ખેતીની મોસમમાં આ નિશાળો થોડોક વખ બંધ રખાય છે, કેમ કે તે વખતે એમની બધી શક્તિની ખેતીમાં જરૂર પડે છે. શહેરોમાં પણ છોકરાઓમાં વેપારધંધાનું વલણ હોય, તેમને તેમાં રોકવા જોઈએ જેથી એમને કામની વિવિધતા મળી શકે. જે છોકરાઓ ગરીબ હોય અથવા તો જેઓ નિશાળમાં જમવા માગતા હોય, તેમને સવારના વર્ગોના વખત દરમ્યાન અર્ધા કલાકની છુટ્ટીમાં એક વખત ખાવાનું પણ આપવું. એમ કરવાથી ગરીબ છોકરાઓને નિશાળમાં દોડવાની હોંશ થશે અને તેમનાં માબાપ પણ એમને નિયમિત નિશાળે જવાનું ઉત્તેજન આપશે.

"આ અડધા દિવસની નિશાળ યોજના સ્વીકારવામાં આઅવે તો એમના કેટાલ્ક શિક્ષકોનો ગામડાંમાં મોટા માણસોનું શિક્ષણ

૧૬