આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વધારવામાં ઉપયોગ કરી શકાય, અને છતાં એ કામ માટે વધારાના પૈસા આપવા ન પડે.મકાનો અને બીજી સાધનસામ્રગીનો પણ એ જ રીતે ઉપયોગ કરી શકાય.

"હું મદ્રાસના શિક્ષણ ખાતાના પ્રધાનને મળ્યો છું, અને એમને એક કાગળ આપ્યો છે, તેમાં મેં જણાવ્યું છે કે, અત્યારની પેઢીની શરીરસંપત્તિ ઘટતી જાય છે એનું મુખ્ય કારણ એ છે કે, નિશાળના ભણતરના કલાકો અગવડભરેલા છે. મારો મત એવો છે કે, બધી નિશાળો અને કૉલેજો સવારે જ - ૬થી ૧૧ સુધી - ચાલવી જોઈએ. નિશાળમાં ચાર કલાકનું ભણતર પૂરતું થઈ જવું જોઈએ. બપોરનો વખત છોકરા ઘેર ગાળે, ને સાંજે રમત કસરત વગેરે કરે. કેટલાક છોકરા આજીવિકા મેળવવાના કામમાં રોકાય, અને કેટલાક માબાપને તેમના કામમાં મદદ કરે. આમ કરવાથી વિદ્યાર્થીઓ માબાપના સંસર્ગમાં વધરે રહેશે; અને એ વસ્તુ કોઈ પણ ધંધાના શિક્ષણ માટે કે વંશપરંપરાગત કુશળતાના વિકાસને માટે જરૂરની છે.

"શરીરની સુદૃઢતાએ રાષ્ટ્રની સુદૃઢતા છે આપણે સમજીએ તો મેં સૂચવેલો આ ફેરફાર, દેખીતો ક્રાંતિકારક લાગે છે છતાં, હિંદુસ્તાનના રીરરિવાજ અને આબોહવાને અનુકૂળ છે, અને ઘણાખરા લોકો એને વધાવી લેશે."

નિશાળનો ભણતરનો સમય સવારમાં જ રાખવાની જે સૂચના ડૉ. લક્ષ્મીપતિએ કરી છે તેની ભલામણ કેળવણી ખાતાના અધિકારીઓને કરવા ઉપરાંત હૂં ઝાઝું કંઈ કહેવા ઇચ્છતો નથી.ઓછેવત્તે અંશે સ્વાવલંબી સંસ્થાઓની વાત તેમણે કરી છે, એ સંસ્થાઓને જો પોતાનું અમુક ભાગનું કે આખું ખરચ કાઢવું હોય અને વિદ્યાર્થીઓને કંઈક ઉપયોગી નીવડે એવા બનાવવા હોય, તો તેઓ બીજું કરી જ ન શકે. છતાં મારી સૂચનાથી કેટલાક કેળવણીકારોને આઘાત થયો છે; એનું કારણ એ છે કે, એમને આજે ચાલે છે તે સિવાય બીજી કોઈ પધ્ધતિની ખબર જ નથી. કેળવણી સ્વાવલંબી હોય એ વિચારથી જ તેમને કેળવણીનું બધું મૂલ્ય હરાઈ જતું ભાસે છે. એ સૂચનામાં તેઓ કેવળ પૈસા મેળવવાનો હેતુ જ ભાળે છે. પણ હમણાં હું કેળવણીના વિષયમાં યહૂદીઓ તરફથી ચાલતા એક પ્રયોગનું પુસ્તક વાંચું છું. એમાં યહૂદી

૧૭