આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિશાળોમાં ઉદ્યોગધંધાના શિક્ષણ વિષે લેખકે આ પ્રમાણે કહ્યું છેઃ

"એટલે જાતની મહેનત કરવામાં તેમને રસ પડે છે. સાથે સાથે બૌદ્ધિક પ્રવૃત્તિ ચાલે છે એથી એ મહેનત હળવી બને છે, અને એમનામાં દેશભક્તિનો આદર્શ પોષાય છે એથી એ ઉદાત્ત બને છે."

યોગ્ય પ્રકારના શિક્ષકો મળી રહે તો આપણાં શરીરશ્રમમાં રહેલું ગૌરવ શીખવવામાં આવશે, તેઓ શરીરશ્રમને બુધ્ધિના વિકાસનું એક અવિભાજ્ય અંગ અને એક સાધન માનતાં શીખશે, અને સમજતાં થશે કે, પોતે જાતે મહેનત કરીને પોતાના શિક્ષણની કિંમત આપવી એમાં દેશ સેવા રહેલી છે. મારી સૂચનાના સારરૂપ વાત એ છે કે બાળકોને હાથઉદ્યોગ શીખવવાના છે તે કેવળ એમની પાસે કંઈક ઉત્પાદક કામ કરાવવાને સારુ નહીં, પણ એમની બુધ્ધિનો વિકાસ સાધવા માટે. AAA જો રાજ્ય સાત અને ચૌદ વરસની વચ્ચેનાં બાળકોને પોતાના હસ્તક લે, ને ઉત્પાદક શ્રમ દ્વારા એમનાં શરીર અને મનને કેળવે, BBB નિશાળો સ્વાવલંબી થવી જ જોઈએ; ન થઈ શકે તો એ નિશાળ ધતીંગ હોવી જોઈએ ને શિક્ષકો બેવકૂફ હોવા જોઈએ.

ધારો કે દરેક છોકરો અને છોકરી યંત્રની પેઠે નહીં પણ CCC બુધ્ધિમાન ઘટક્ની પેઠે કામ કરે છે, અને નિષ્ણાત માણસની દેખરેખ નીચે સમૂહમાં મળીને રસપૂર્વક કામ કરે છે; તો એ અભ્યાસક્રમના પ્રથમ વર્ષ પછી એ સમૂહગત શ્રમની કિંમત કલાકે એક આનો થવી જોઈએ, એટલે કે રોજના ચાર કલાક લેખે મહિનામાં ૨૬ દિવસ કામ કરી દરેક બાળક મહિને રૂ.। ૬-૮-૦ કમાશે. એક માત્ર સવાલ એ છે કે અવા લાભદાયક શ્રમમાં લાખો બાળકોને જોડી શકાય કે નહીં? આપણે બાળકોની પાસેથી એક વરસની તાલીમ પછી કલાકના એક આના ની કિંમત જેટલો બજારમાં ખપાવી શકાય એવો શ્રમ મળી શકે એવી રીતે એ બાળકોની શક્તિને આપણે વાળી ન શકીએ, તો આપણે બુધ્ધિનું દેવાળું કાઢ્યું ગણાય. હું જાણું છું કે હિંદુસ્તાનનાં ગામડાંમાં ગ્રામવાસીઓ કલાકે એક આનો ક્યાંયે કમાતાં નથી. એનું કારણ એ છે કે તવંગર

૧૮