આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને ગરીબીની વચ્ચે જે સાગર જેવું અંતર પડી ગયું છે તેમાં આપણને કંઈ વિષમતા ભાસતી નથી, કે તે આપણને કઠતું નથી.અને બીજું કારણ એ છે કે, શહેરના લોકો, કદાચ અજાણ્યે, ગામડાંને ચૂસવામાં અંગ્રેજી સત્તાની સાથે સામેલ થયા છે.

ह.बं. , ૧૨-૯-'૩૭


સ્વાવલંબન વિષે વધુ વિચાર

[શ્રી. મ. હ. દે. ના 'સ્વાવલંબી કેળવણી' નામના લેખમાંથી. -સં૦]

એક પ્રસંગે ગાંધીજીએ સ્વાવલંબી કેળવણીની કલ્પના સદંતર દારૂબંધી જલદી કરવાની જરૂરને લીધે ઊપજેલી છે એમ ન લેશો એમ કહ્યું,

"તમારે એટલી પાકી ખાતરી રાખીને જ શરૂઆત કરવાની છે કે આવક થાય કે ન થાય, કેળવણી અપાય કે ન અપાય, તોય સંપૂર્ણ દારૂબંધી તો કર્યે જ છૂટકો છે. એ જ પ્રમાણે એવી પણ પાકી શ્રદ્ધા રાખીને જ શરૂઆત કરવાની છે કે, હિંદુસ્તાનનાં ગામડાંની હાજતો જોતાં, આપણે ગામડાંની કેળવણી ફરજિયાત કરવી હોય તો તે સ્વાવલંબી કરવી જ જોઈશે."

એક કેળાવનીકાર જે ચર્ચા કરતા હતા તેમણે કહ્યું : "પહેલી શ્રદ્ધા તો મારા મનમાં ઊંડી વસી ગયેલી છે, ને એને જ હું એક મોટી કેળવણી માનું છું. એટલે હું દારૂબંધીને સફળ કરવા માટે કેળવણીને છેક જ જતી કરવી પડે તોપણ કરું. પણ બીજી શ્રદ્ધા મારા મનમાં વસતી નથી. કેળવણીને સ્વાવલંબી બનાવી શકીય એ હું હજુ માની શકતો નથી."

"ત્યાં પણ તમે એ શ્રદ્ધા રાખીને જ શરૂઆત કરો એમ હું ઈચ્છું છું. તમે એને અમલમાં ઉતારવા માંડશો એટલે તમને એનાં સાધનો ને માર્ગો સૂઝી રહેશે. નહીં તો એ પ્રયોગ મેં જાતે જ કર્યો

૧૯