આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોત. હજુ અન જો ઈશ્વરની કૃપા હશે તો કેળવણી સ્વાવલંબી થઈ શકે એ બતાવવાને હું મારાથી બનતું કરીશ. પણ આટલો મારો વખત બીજાં કામમાં રોકાઈ ગયો છે; એ કામો પણ એટલાં જ અગત્યનાં હતાં. પણ આ સે ગાંવના નિવાસથી એ વિષે મનમાંછેક જ પાકી ખાત્રી થઈ ગાઈ છે. અત્યાર સુધી આ છોકરાંઓનાં મગજમાં આ બધી માહિતી ઠાંસી ઠાંસીને ભરવાનો પ્રયત્ન કર્યા કર્યો છે, ને એમના મગજ જાગ્રત થાય ને એનો વિકાસ કેમ થાય એનો વિચાર કદી કર્યો જ નથી. હવે આપણે 'રૂક જાઓ' નો પોકાર કરીએ અને શારીરિક કામ દ્વારા બાળકને યોગ્ય કેળવણી આપવા પર આપણી બધી શક્તિ વાપરીએ. શારિરીક કામ એ શ્રમ પ્રવૃત્તિ ન હોય, પણ બૌદ્ધિક શિક્ષણનું મુખ્ય સાધન હોય."

"એ પણ હું સમજી શકું છું. પણ એમાંથી નિશાળનું બધું નિકળવું જોઈએ એ શરત શામાટે?"

"એથી આ શારીરિક કામ કેટલું કીમતી છે એની ખરી કદર થશે. બાળક ચૌદ વરસની ઉંમરે, એટલે કે સાત વરસનું ભણતર કર્યા પછી, નિશાળ છોડીને જાય ત્યારે તેનામાં કંઈક કમાવવાની કળા આવેલી હોવી જોઈએ. અત્યારે પણ ગરીબ લોકોનાં બાળકો આપે એમનાં માબાપને મદદ કરે છે - એમનાં મનમાં લાગણી એ હોય છે કે, હું જો માબાપની જોડાજોડ કામ નહિ કરું તો માબાપ ખાસે શું અને મને ખવડાવશે શું ? એ જ એક કેળવણી છે. એ જ પ્રમાણે શાળા સાત વર્ષની ઉંમરે બાળકને પોતાને હવાલે લે ને તેને કમાતું બનાવી માબાપને પાછું આપે. આમ તમે કેળવણી આપવાની સાથે સાથે બેકારીના મૂળ પર ઘા કરો છો. તમારે છોકરાઓને એક યા બીજા ધંધાની તાલીમ આપવી જ રહી. આ ખાસ ઉદ્યોગની આસપાસ એનાં મગજ, શરીર, અક્ષર, કલાવૃત્તિ વગેરેની કેળવણી ગોઠવશો તો જે કારીગરી એ શીખશે તેમાં નિષ્ણાત થશે."

"પણ ધારો કે એક છોકરો ખાદી બનાવવાની કળા ને શાળામાં શીખવા માંડે છે. તો આપ એમ માનો છો કે એને એ કળામાં નિષ્ણાત થતાં પૂરાં સાત વરસ લાગશે?"

૨૦