આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છીએ. ઉદ્યોગોને કંઈક હલકો, બુદ્ધિમાન લોકોને હીણપત લગાડે એવો માન્યો, એટલે આપણે ત્યાં ક્રૉમ્પટન ને હારગ્રીવ જેવા યંત્રશાસ્ત્રીઓ પેદા થયા નથી. એ ધંધાઓને સ્વતંત્ર પ્રતિષ્ઠાવાળા માન્યા હોત તો આપણા કારીગરોમાંથી મોટા શોધકો જરૂર પેદા થયા હોત. યંત્રોની શોધ થતાં મિલિ થઈ ને તેણે હજારોને બેકાર બનાવ્યા એ સાચું. એ અલગ વસ્તુ હતી એમ હું માનું છું. આપણે આપણી બધી શક્તિ ગામડાં પાછળ વાપરીને જોઈશું તો હાથઉદ્યોગના એકાગ્ર અભ્યાસથી જે બુદ્ધિ જાગૃત થશે તે આખી ગામડાંની વસ્તીની જરૂરિયાત પૂરી પાડશે.

ह० बं० ૧૯-૯-'૩૭


'એક અધ્યાપક'ની ગેરસમજ

['સ્વાવલંબી નિશાળો' એ લેખ]

"આપણી અત્યારની આર્થિક સ્થિતિનું મુખ્ય અંગ એ છે કે આપણાં દેશની સાધન સામગ્રી પર આધાર રાખનાર માણસોની સંખ્યાનો બોજો વધતો જાય છે. દાખલા તરીકે, હિંદુસ્તાનમાં ખેડ્યા વિનાની વિશાળ જમીનો પડેલી નથી. તેમ આપણે ત્યાં વસાહતો કે મૂડીનો છોળ નથી. એટલે આપણી સાધન સામગ્રીમાંથી માલ પેદા કરવાનું કામ એને માટે કેળવાયેલા લોકોને જ સોંપવું જોઈએ સો માણસો સો છૂટા છૂટા જમીનના ટુકડા ખેડે તો પચાસ માણસને પૂરો પડે એટલો ખોરાક પેદા કરે, પણ જો એ બધા ટુકડા ભેગા કરવામાં આવે અને વીસ નિષ્ણાત માણસો એના પર ખેતી કરે તો એ જ જમીન સો માણસોનો નિભાવ કરી શકે. અત્યારે એવી શોધ થઈ છે કે જેને લીધે મજૂરનું ગૃહજીવન અવ્યવસ્થિત ન થાય કે તેનું સ્વાતંત્ર ન હણાય, છતાં તેની ઉત્પાદન શક્તિ વધે. એટલે કે વધારે પડતા માણસને કામ કરતા અટાકાવવાની ચોક્કસ જરૂર ઊભી થઈ છે.માણસોનેપચાસ વર્ષે પેન્શન આપવાના રિવાજથી ઘણો બગાડ થાય છે, કેમ કે સામાન્ય માણસની માનસિક ને શારીરિક શક્તિ એ ઉંમર પછી જ વધારે માં વધારે ખીલે છે. યોગ્ય માર્ગ તો

૨૨