આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ છે કે, માણસો પૂરતી તાલીમ પામીને તૈયાર નથાય ત્યાં લગી તેમને જીવનમાં પ્રવેશ કરવા ન દેવા."

"હિંદુસ્તાનની અવનતિનું કારણ એ છે કે, તેના મજૂરો જિંદગીની શરૂઆત બહુ જ વહેલી કરે છે. સુતાર એના છોકરાને ધંધામાં એટલો વહેલો દાખલ કરે છે કે, છોકરો બાર વરસની ઉંમરે એની કમાવવાની શક્તિની પરમ સીમાએ પહોંચે છે, તે પછી પરણે છે, ને થોડા જ વખતમાં આગવો ધંધો શરૂ કરે છે; અને તેથી ઉત્પાદન અને વહેંચણીની નવી રીતો એના મગજમાં ઊતરી જ શકતી નથી. એની મજૂરીનું આર્થિક દૃષ્ટિએ શું મહત્ત્વ છે એની એને કશી ગતાગમ નથી હોતી, એવા કારીગરને કોઈ પણ માણસ છેતરી શકે ને એને શોષી શકે. એને પોતાની નાની સંકુચિત દુનિયામાં કુવાના દેડકાની જેમરહી માંડ રોટલો મેળાવી જીવવામાં ને પરિવાર વધારવામાં સંતોષ રહે છે. હિંદુસ્તાનમાં સંકુચિતતા, સંતોષવૃત્તિ, દેવવાદ, જ્ઞાતિપ્રથા, દારૂ અફીણનાં વ્યસનો એ બધાંનું મૂળ આ જ છે. સિલોનના ચાના બગીચા જોવા ગયો, ત્યાં સૌથે વધારે દુઃખ મને ત્યાંના બાળકોને મજૂરી કરતાં જોઈને થયું, નિશાળો તો ત્યાં હતી, પણ માબાપનું વલણ છોકરાંને મજૂરી એ વળગાડવા તરફ હોય છે. મોટેરાઓની પેઢી હંમેશાં ઊછરતી પેઢી તરફનું પોતાનું કર્તવ્ય માથેથી ઉતારી નાખવા મથે છે. રાજ્યનું કામ એ છે કે, જે પ્રવૃત્તિઓ લોકોને લાભ કારક અને સમાજને હાનિકારક હોય તે એણે રોકવી. સિલોન જેવા દેશમાં, જ્યાં કુદરતની સામગ્રીના ભંડાર શોધી તેનો ઉપયોગ કરવાને પૂરતી વસ્તી નથી, ત્યાં પણ બાળકોને મજૂરીએ વળગાડવાની પ્રથાનો બચાવ થઈ શકે એમ નથી. ત્યારે હિંદુસ્તાનમાં, જ્યાં બાળકોને કામમાં લેવાથી મોટેરા બેકાર બને એમ છે, ત્યાં તો એનો બચાવ થઈ જ શી રીતે શકે?"

"માલ તૈયાર કરીને બજારમાં વેચનારી કારખાના જેવી સ્વાવલંબી નિશાળો કેળવણી આપશે એવી ભ્રમણા આપણે ન રાખવી ઘટે. વ્યવહારમાં તો એ કાયદાએ માન્ય કરેલી બાળ-મજૂરી જ નીવડશે. દાખલા તરીકે. એક નિશાળ કાંતણનું કામ દાખલ કરશે તો રેંટિયો ફેરવવો એ એક યાંત્રિક ક્રિયા બની જશે. એક તાકા માટે કેટલું સૂતર જોઈએ એ ગણીને ગણિત શીખી શકાય, કે રૂનો વિકાસ અને સુધારો નિહાળીને વિજ્ઞાન અને ભૂગોળ શીખવી શકાય, એ વાત મારે ગળે ઊતરતી નથી. એ વસ્તુઓ મને એકાદ બે વાર સતેજ કરે, પણ વરસો લગી એ ચાલુ રહે તો મન ઠિંગરાઈ જાય ને અમુક ચીલામાં જ

૨૩