આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતાં. આવા ઉદ્યોગો પરદેશી માલની ખપત આપણે ત્યાં ન હોય તે નવી પેદા કરે છે. કોઈ એમ કહેશે કે આપણે આપણું 'પ્લાઈવૂડ' પેદા કરી શકીએ. પણ અમેરિકામાં એ ઝાડ ઉગાડવા જેટલી વધારાની જમીન પડી છે તેવું હિંદુસ્તાનમાં નથી. કાચા માલનો ને મૂડીનો ઉપયોગ નકામી ચીજો પેદા કરવામાં થતો હોય તો તે રોકવો જોઈએ, તેને ઉત્તેજન ન આપવું ઘટે."

"નિશાળ કે કૉલેજમાં કુમળાં મગજો પૈસા અને નફાતોટાની નહીં પણ વિચારો અને આદર્શોની સૃષ્ટિમાં છે. એવી કુમળી વયે જો એમની આગળ માલ પેદા કરવો, વેચવો ને તેના પૈસા પેદા કરવા એ આદર્શ મૂકવામાં આવે, તો તેથી બાળકોનો વિકાસ રોકાશે; અને આજે જગતમાં ધનની છોળોની વચ્ચે માણસોને દરિદ્ર્યમાં વસવું પડે છે એ સ્થિતિ પણ ઘણી વધી પડશે. શ્રી રામકૃષ્ણ ધંધાના શિક્ષણને કશું મહત્ત્વ આપતા નહોતા એ જાણવા જેવી વસ્તુ છે.

"આપને શિક્ષણનો વેગ વધારી શકીએ અને આજે છોકરો જે વસ્તુ સાત વરસમાં શીખે છે તે બે વરસમાં શીખવીએ એમ માનવું એ પણ એક વિચિત્ર ભ્રમણા છે. છોકરાનું મગજ એ કંઈ ખાલી બરણી જેવું નથી કે એમાં જે કંઈ ભરવું હોય તે ભરી શકાય. બાળક જે વસ્તુ સોલમે વરસે જ શીખી શકે તે આઠમે વરસે શીખવા પ્રયત્ન ન કરી શકે, ન કવતો જોઈએ. વિદેશી ભાષાને લીધે વિલંબ થાય છે એવું નથી, અને લોકો માને છે એટલો બધો વખત પણ એ વિષયને અપાતો નથી. નિબંધલેખન એ મગજ અને લાગણીનું શિક્ષણ છે. એવું શિક્ષણ તો ધીમું હોય જ. મગજનો વિકાસ સાધવાને વાપરેલી રીતો અનુત્પાદક, બગાડાવાળી અને ધીમી કદાચ લાગે; પણ એટલું યાદ રાખવું જોઈએ કે, કેળવણીનો ઉદ્દેશ મનને બળવાન બનાવવાનો અને જીવનમાં મનને જે જાતની માંડવાળો કરવી પડે છે તે કરતાં શીખવવાનો છે. નિશાળો માણસો જ નહીં પણ માલ પણ પેદા કરે એવી માગણી આપણે ન કરવી ઘટે."

"આ બધાનો સાર એ ક છે કે, નિશાળો સધ્ધર ને રાષ્ટ્ર દેવાળિયું બને એવી ટૂંકી નજર વાળી નીતિ રાખવી એમાં ખોટું અર્થશાસ્ત્ર છે."

એક અધ્યાપક
 

આ લેખ એક જાણીતા વિશ્વવિદ્યાલયના એક અધ્યાપકનો છે. એની જોડેના કાગળ પર લેખકની સહી છે, પણ આ લેખ સહી વિનાનો

૨૫