આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે તેથી હું લેખકનું નામ આપતો નથી. વાચકને તો કામ લખાણથી છે, એના લેખક જોડે નથી. ઊંડી જડ ઘાલીને બેઠેલી કલ્પનાથી માણસની દૃષ્ટિ કેવી રૂંધાઈ જાય છે એનો આ સચોટ દાખલો છે. આ લેખકે મારી યોજના સમજવાની તકલીફ લીધી નથી. મારી કલ્પનાના નિશાળના છોકરાઓને તે સિલોનના અર્ધગુલામીવાળા ચાના બગીચાના છોકરાઓ સાથે સરખાવે છે, એમાં તે પોતાની જ બુદ્ધિનું પ્રદર્શન કરે છે. તે ભૂલી જાય છે કે, એ બગીચામાં કામ કરતા છોકરાઓને વિદ્યાર્થી ગણવામાં આવતા નથી. એમની મજૂરી એ એમના શિક્ષણનો અંગ નથી. હું જે જાતની નિશાલોની હિમાયત કરૂં છું. તેમાં છોકરાઓ હાઈસ્કૂલોમાં અંગ્રેજી બાદ કરતાં જેટલું શીખે છે અને તે ઉપરાંત કવાયત, સંગીત, આલેખન અને બેશક એકાદ ઉદ્યમ એટલું શીખશે. આ નિશાળોને 'કારખાના'નું નામ આપવું એ તો નરી હકીકતો સમજવાની ના પાડવા બરોબર છે. કોઈ માણસે વાંદારા સિવાય કોઈ પ્રાણી જોયું જ ન હોય, અને માણસનું વર્ણન - કેટલેક અંશે - વાંદરાના વર્ણનને મળતું આવતું હોય, એટલા માટે માણસનું વર્ણન વાંચવાની જ ના પાડે, એના જેવું આ છે. મેં આપેલ સૂચનામાંથી જેટલાં પરિનામ નિપજાવવાનો દાવો કરેલો છે તે જ પરિણામો મળી જશે એવી આશા ન રાખવાની ચેતવણી આ અધ્યાપક લોકોને આપી હોત, તો એમના કહેવામાં કંઈક વજૂદ છે એમ લેખાત અને એ ચેતવણી અનાવશ્યક થાત, કેમ કે મેં પોતે જ એ ચેતવણી આપેલી છે.

મારી સૂચના નવી છે એ હું કબૂલ કરું છું. પણ નવીનતા ગુનો નથી. એની પાછળ ઝાજો અનુભવન નથી એ હું કબૂલ કરું છું. મારા સાથીઓને જે અનુભવ મળેલો છે તે પરથી મને એમ માનવામાં ઉત્તેજન મળે છે કે,જો આ યોજનાનો અમલ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો તે સફળ થાય. એ અખતરો નિષ્ફળ જાય તોયે એ અજમાવી જોવાથી રાષ્ટ્રને કંઈ નુકશાન જવાનું નથી. અને નો એ અખતરો અમુક અમ્શે પણ સફળ થાય તો તેથી પારાવાર લાભ થશે. બીજી કોઈપ્રાથમિક કેળવણી મફત, ફરજિયાત અને અસરકારક બનાવી શકાય એમ

૨૬