આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શહેરો માટે પણ એ જ

[મુંબઈમાં પ્રાથમિક કેળવણી’ એ લેખ]


અત્યારા લગી મેં જે ચર્ચા કરી છે તે ગ્રામ કેળવણી વિષે છે કેમ કે એ જ આખા હિંદુસ્તાનનો પ્રશ્ન છે. જો એનો ઉકેલ શોધી શકાય તો શહેરોને મુશ્કેલી ન આવે, એમ સમજીને મેં તે વિષે કાંઈ નથી લખ્યું. પણ મુંબઈના કેળવણીમાં રસ લેનાર શહેરીનો નીચેનો પ્રશ્ન જવાબ માંગે છે:

“પ્રાથમિક કેળવણીના ભારે ખરચનો તોડ કાઢવામાં મહા પ્રધાનમંડળ રોકાયું લાગે છે. કેળવણીનો ખરચ કેળવણીમાંથી નીકળી શકે એવી સૂચના અપાઈ થઈ છે. મુંબઈ જેવા શહેરોમાં એ દિશામાં કઈ રીતે અને કેટલે અંશે જઈ શકાય એ પ્રશ્નની ચર્ચા આવશ્યક લાગે છે. એમ કહેવાય છે કે, કેળવણી પાછળકના મુંબઈ કોર્પોરેશનનો ખરચાનો અંદાજ આ સાલ માટે પાંત્રીસથી છત્રીસ લાખ રૂપિયા છે અને આખા શહેરમાં કેળવણી ફરજિયાત કરવા જતાં ખરચમાં કેટાલાંય લાખનો વધારો થાય. શિક્ષકોના પગારમાં વીસલાખથી વધારે અને ભાડામાં ચાર લાખથી વધારે રકમ ખરચાય છે. વિદ્યાર્થી દીઠ વાર્ષિક ખરચ સરેસાશ ચાળીસથી બેતાળીસ રૂપિયા આવે છે. આટલી રકમનું કામકાજ વિદ્યાર્થી કેળવણી લેતાં લેતાં આપે તો જ કેળવણીનો ખર્ચ કેળવણીમાંથી નીકળે. આ કેમ બને?”

મારો તો દ્રઢ વિશ્વાસ છે જ કે, જો ઉદ્યોગનું તત્ત્વ મુંબઈની શાળાઓમાં પણ દાખલ થાય તો તેથી મુંબઈનાં બાળકોને અને સાથે મુંબઈ શહેરને લાભ જ થાય. શહેરમાં ઊછરેલાં બાળકો પોપટની પેઠે કવિતાઓ ગોખશે ને સંભળાવશે, નાચી દેશે, બીજા હાવભાવ કરી દેશે, પડઘમ વગાડશે, કૂચ કરી જાણશે, ઇતિહાસ ભૂગોળના જવાબ આપશે, કાંઈ થોડુંઅંકગણિત જાણશે; પણ તેથી આગળ નહીં વધે. હું ભૂલ્યો. થોડું અંગ્રેજી જરૂર જાણતાં હશે. પણ એક ભાંગેલી ખુરસીસમી કરવાની હશે અથવા ફાટેલું કપડું સીવવું હશે, તો તેટલું નહીં કરી શકે. આપણાં

૨૮