આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શહેરનાં છોકરાં આવી બાબતોમાં જેટલાં અપંગ જોવામાં આવે છે, એટલાં અપંગ છોકરાં મેં દક્ષિણ આફ્રિકાના કે ઇંગ્લંડના ભ્રમણમાં જોયાં નથી.

તેથી હું તો માનું જ છું કે, જો શહેરોમાં પણ કેળવણી ઉદ્યોગની મારફતે જ અપાય તો બાળકોને પારાવાર લાભ થાય, ને પાંત્રીસ લાખ નહીં તો તેનો મોટો ભાગ તો બચે જ. બેતાળીસને બદલે બાળક દીઠ વરસનાં ચાળીસ જ રૂપિયા ખર્ચ ગણીએ, તો ૮૯,૫૦૦ બાળકોને મ્યુનિસિપાલિટી ભણાવે છે એમ કહેવાય. દસ લાખની વસ્તી હોય તો બાળકોની સંખ્યા ઓછામાં ઓછી દોઢ લાખની હોવી જોઈએ. એટલે લગભગ ૬૨,૦૦૦ બાળકો કેળવણી વિનાનાં રહેતાં હોવાં જોઈએ. આ બધાં ગરીબ ન હોય અને તેથી ખાનગી શાળાઓમાં જતાં હોય એમ માનીએ, તોયે ૫૬,૦૦૦ બાળક રહે. તેને સારુ હાલને હિસાબે બાવીસ લાખ ચાળીસ હજાર રૂપિયા જોઇએ. આટલ પૈસા મુંબઈ ક્યારે પેદા કરે અને ક્યારે બધાં બાળકોને ભણાવે ? ને શું ભણાવે ?

હું માનું છું કે, કેળવણી ફરજિયાત અને મફત હોવી જ જોઈએ. પણ બાળકોને ઉપયોગિ ઉદ્યોગ આપી તે મારફતે જ તેમનાં મન ને શરીર કેળવવાં જોઈએ. હું અહીં પણ પૈસાની ગણતરી કરું છું તે અસ્થાને ન સમજવી જોઈએ. અર્થ શાસ્ત્ર નૈતિક અને અનૈતિક હોય છે. નૈતિક અર્થ શાસ્ત્રમાં બંને પાસાં સરખાં જ હોય. અનૈતિકમાં બળિયાના બે ભાગ તો હોય જ. એનું પ્રમાણ તેના બળ ઉપર આધાર રાખે છે. અનૈતિક અર્થશાસ્ત્ર જેમ ઘાતક છે તેમ જ નૈતિક આવશ્યક છે. તે વિના ધર્મની ઓળખ ને તેનું પાલન હું અસંભવિત માનું છું.

મારું નૈતિક શાસ્ત્ર મને એમ સૂચવે છે કે, મુંબઈનાં બાળકો હસતાં રમતામ્ દર માસે ત્રણ રૂપિયાનું કામ આપે. ચાર કલાક કામ કરે તો ને દર કલાકના બે પૈસા ગનીએ તો મહિનાના પચીસ દિવસની નિશાળમાં તે પચાસ આનાનું કામે આપે એટલે રૂ. ૩-૨-૦ થયા.

જ્યારે શિક્ષણ રૂપે ઉદ્યોગ શીખવવામાં આવે ત્યારે એમ માનવાનું કશું કારણ નથી કે, બાળકો કામના બોજામાં કચરાઈ જવાનાં છે. નામના

૨૯