આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થઈ મિલોમાં ગાંસડીબંધ જાય છે. તે વીંખાય છે, કંતાય છે, વણાય છે. આ બધી ક્રિયાઓ એવી રીતે બને છે કે કપાસના હીરને બાળે છે ને તેને નિર્જીવ કરે છે. મારી ભાષાનો કોઈ દ્વેષ ન કરે. કપાસમાં તો જીવ છે જ. એ જીવના પ્રત્યે તો માણસ કોમળતાથી વર્તે, અથવા તો રાક્ષસની જેમ. અત્યારના વ્ય્વહારને હું રાક્ષસી વ્યવહાર ગણું છું.

કપાસની કેટલીક ક્રિયાઓ ગામોમાં તેમજ શહેરોમાં થઈ શકે. આમ છતાં શહેર-ગ્રામનો સમ્બંધ નૈતિક ને શુદ્ધ થાય . બંનેની વૃદ્ધિ થાય ને સમાજનાં અવ્યવસ્થા, ભય, શંકા, દ્વેષ નિર્મૂળ થાય અથવા મોળાં પડે. ગામડાંઓનો પુનરુદ્ધાર થાય આ કલ્પનાનો અમલ કરતાં જૂજ દ્રવ્યની જરૂર રહે છે. તે સહેજે સાધી શકાય છે. પરદેશી બુદ્ધિ કે પરદેશી યંત્રોની જરૂર નથી રહેતી. દેશની પણ અલૌકિક બુદ્ધિની જરૂર નથી પડતી. એક છેડે ભૂખમરો ને બીજે છેડે જે તવંગરી ચાલી રહ્યાં છે તે મટી બંનેનો મેળ સધાય, ને વિગ્રહ તથા ખુનામરકીનો જે ભય આપણને સદાય થથરાવી રહ્યો છે તે દૂર થાય. પણ બિલાડીને ગળે ટોકરી કોણ બાંધી શકે? મુંબઈની શહેરસુધરાઈનાં હ્રદય મારી કલ્પના ભણી કઈ રીતે વળે ? એનો જવાબ હું સેગાંવમાં બેઠો આપી શકું તેના કરતાં વધારે સારી રીતે તો મજકૂર કાગાળ લખનાર મુંબઈના વિદ્યારસિક નાગરિક જ આપી શકે.

ह० बं० ૨૯-૯-'૩૭

૩૧