આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રાષ્ટ્રીય શિક્ષકોને

જેઓ કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય શિક્ષણસંસ્થાઓ ચલાવી રહ્યા છે તે શિક્ષકોને મારી એવી સૂચના છે કે, તેઓએ પ્રાથમિક સિક્ષણ।આ। આજકાલ હું જે લખી રહ્યો છું તે જો તેમને ગળે ઉતર્યું હોય તો તેનો યથાશક્તિ અમલ કરવો, અને પધ્ધતિસર હિસાબ રાખવો અને પોતાના અનુભવ મને મોકલવા. જેઓ મેં સૂચવેલી પધ્ધતિ પ્રમાણે શાળા ચલાવવા તૈયાર હોય, જેઓ હાલ નવરા હોય, અથવા જે બીજું કામ કરતા હોય તે છોડીને શાળા ચલાવવા તૈયાર હોય, તે મને લખે.

મારી માન્યતા એવી છે કે, પ્રાથમિક શાળાને સ્વાવલંબી કરવા તુરંત નજરે ચડતો ઉદ્યોગ કંતામણ ઇત્યાદિ છે. એમાં રૂ વીણવાથી માંડીને ભાતીગર નકશીદાર ખાદી બનાવવા લગીની ક્રિયાઓનો સમાવેશ થાય છે. એમાં મજૂરી કલાકની ઓછામાં ઓછી બે પૈસા ગણાવી જોઈએ. શાળા પાંચ કલાક ચાલે તેમાં ચાર કલાક મજૂરી, અને એક કલાક જે ઉદ્યોગ શીખવવામાં આવે તેનું શાસ્ત્ર, અને બીજા વિષયો, જે ઉદ્યોગ શીખવતાં ન શીખવી શકાતા હોય, તે શીખવવામાં આવે. ઉદ્યોગ શીખવા શીખવવાના વિષયોમાં અમુક અંશે અથવા સર્વાંશે ઈતિહાસ, ભૂગોળ અને ગણિતશાસ્ત્ર આવે. ભાષાજ્ઞાન અને એના પેટામાં વ્યાકરણ તથા શુધ્ધ ઉચ્ચારણ તો આવે જ. કેમ કે શિક્ષક ઉદ્યોગને આ બધા જ્ઞાનનું વાહન ગણશે અને તેથી બાળકોની બોલી સ્પષ્ટ કરાવશે. એમ કરવામાં સહેજે વ્યાકરણનું જ્ઞાન આપશે. પહેલેથી જ ગણવાની ક્રિયા તો બાળક્ને શીખવવી જ જોઇશે. એટલે જ ગણિતથી જ 'ગણેશાય નમઃ' શરૂ થશે. સુઘડતા એ કંઈ નોખો વિષય હશે જ નહીં. બાળકોના દરેક કાર્યમાં સુધડતા હોવી જોઈએ. તેઓનો શાળામાં પ્રવેશ જ સુઘડતાથી શરૂ થશે. એટલે અત્યારે મારી કલ્પનામાં એક પણ વિષય એવો આવતો

૩૨