આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
['પ્રાથમિક શિક્ષક થવાને ઈચ્છનારને' એ લેખ]

મેં રાષ્ટ્રીય શિક્ષકોને ઉદ્દેશીને જે લેખ લખ્યો હતો તેના જવાબમાં મારી પાસે દરરોજ અનેક કાગળો આવી રહ્યા છે, એ સંતોષની વાત છે. એ કાગળો પરથી જોઉં છું કે, તે લખનારાઓ મારી વિનંતિનો અર્થ સમજ્યા નથી. જેમને કંઈક લાભદાયક હાથઉદ્યોગ દ્વારા કેળવ્ણી આપવા વિષે સંપૂર્ણ શ્રધ્ધા ન હોય અને જેઓ એ કામ કેવળ પ્રેમભાવે અને માત્ર આજીવિકા પૂરતા પૈસા લઈને કરવા તૈયાર ન હોય એવાઓની જરૂર નથી. એવા સૌને મારી સૂચના એ છે કે, તેમણે કાંતવાની કળા આવડે તેની અગાઉની સર્વ ક્રિયાઓમાં પૂરેપૂરા નિષ્ણાત બનવું. તે દરમ્યાન હું મારી પાસે આવેલાં બધાં નામો નોંધી રાખું છું. મેં ઘડેલી યોજનના અમલમાં જે પ્રગતિ થશે તેની આ પત્રલેખકોને મારા તરફથી યથાસમયે ખબર મળશે. સાત પ્રાંતિક સરકારો જો મારી યોજના મંજૂર રાખવા ને તેનો પ્રયોગ કરવા પ્રેરાય, તો તેમની માગણીને પહોંચી વળવાને સારૂ મારો આ પ્રયત્ન છે.

ह.बं. , ૧૦-૧૦-'૩૭

૧૦
રચનાત્મક કાર્યકર્તાઓને

['સ્વાશ્રયી કેળવણી' એ લેખ]

સરકારી એટલે સાત પ્રાંતોમાં મહાસભા-સરકારી સમજવું જોઈએ. પણ મહાસભા-સરકાર થઈ એટલે જે માનસ મહાસભાવાદી લોકોનું ન હતું એ કાંઈ એકાએક થઈ જાય, એમ માનવું જરાયે કારણ નથી. જેમ મહાસભાનો રચનાત્મક કાર્યક્રમ ૧૯૨૦ના મહાપરિવર્તનકાળથી ચાલ્યો જ આવે છે, તોપણ એને વિષે મહાસભાવાદીઓમાં જીવતું વાતાવરણ પેદા થયું છે એમ નહીં કહી શકાય. પછી મહાસભાની બહારના વિષે પૂછવું જ શું? પણ જોકે ('સંહારક' એ વિશેષણ અહિંસક રચનાને

૩૪