આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હવે નો પ્રાથમિક કેળવણી ઉદ્યોગ મારફતે જ આપવાની છે, તો એ કામ મુખ્યત્વે રેમ્ટિયા અને બીજા ગ્રામૌદ્યોગ વિષે જેને વિશ્વાસ છે તેઓનાથી જ અત્યારે તો થઈ શકવાનું છે; કેમ કે ગ્રામૌદ્યોગોમાં મુખ્ય વસ્તુ રેંટિયાના ઉદ્યોગમાં ચરખા સંઘે જ ઠીક માહિતી મેળવી છે ને બીજા ઉદ્યોગ માટે ગ્રામૌદ્યોગ સંઘ માહિતી મેળવી રહેલો છે. તેમ જે તાત્કાલિક રચના થઈ શકે એવી છે, તે રેંટિયો વગેરેના ઉપયોગ અમારફતે જ થાય એમ મને લાગે છે. પણ રેંટિયા વિષે જેમને શ્રદ્ધા છે એ બધાં કાંઈ શિક્ષક હોતાં નથી. દરેક સુતાર સુતારીકામનો શાસ્ત્રી તે ઉદ્યોગનું શાસ્ત્ર ન જાણે તે ઉદ્યોગને માટે સામાન્ય શિક્ષણ નહીં આપી શકે. તેથી જેઓને શિક્ષણશાસ્ત્રમાં રસ છે ને રેંટિયા ઇત્યાદિમાં રસ છે એવા જ માણસો પ્રાથમિક શિક્ષણમાં મેં સૂચવેલો ક્રમ દાખલ કરી શકે છે, એવા જે હોય તેવાને મદદ થઈ પડશે એમ માનીને નીચે શ્રી દિલખુશ દેવાનજીનો કાગળ જે મારા પર આવેલો છે તે અહીં રજૂ કરૂં છું:

"સ્વાશ્રય અને ઉદ્યોગ દ્વારા કેળવણી વિષે આપ हरिजन અને હરિજનબંધુમાં જે સુંદર વિચારો અને અનુભવો લખી રહ્યા છો તેથી મને મારા અહીંના એ દિશામાંના કાર્યમાં એટલું બધું પ્રોત્સાહન અને ઉત્તેજન મળ્યું છે કે આ પત્ર લખવા હું પ્રેરાયો છું અને આપની આખીયે યોજના કેટલી બધી યોગ્ય છે તે વિષેનો મારો ઉત્સાહ જણાવવાહું લલચાયો છું. બે વરસથી હું અહીં જે નાની ઉદ્યોગશાળા ચલાવી રહ્યો છું, એના અનુભવો આપના વિચારોને ખૂબ સંમત થતા જાય છે, એથી મને બહુ હર્ષ થાય છે. આથી આપ ક્રાંતિકારક વિચારો દર્શાવી રહ્યા છોતે હું સંપૂર્ણ રીતે વધાવી લઈ એમાં મારી સો ટકા સંમતિ આપી શકું છું. એ મારી અંધશ્રદ્ધાનું પરિણામ નથી, પરંતુ અનુભવજન્ય શ્રદ્ધાનું એ પ્રતીક છે. એમ આપ સમજી શકશો. આપ આખા દેશને ઉપયોગી થઈ પડે એવી શાસ્ત્રીય અને પૂર્ણ યોજના વિચારી રહ્યા છો. હું અહીં જે કાર્ય કરી શક્યો એમાં પૂર્ણતા અને શાસ્ત્રીયતાને પુષ્કળ અવકાશ છે. અને એ દિશામાં હું મથી રહ્યો છું. એમાં વધુ પૂર્ણ થવામાં ખૂબ જ હોંશ અને આનંદ મળે છે. પરંતુ બે વર્ષથી મને જે કંઈ ચિંતનો, વિચારો થઈ રહ્યાં છે, તે પરથી
૩૬