આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"(अ) શ્રુત શિક્ષણ : પુસ્તકો પર આધાર રાખવાને બદલે શિક્ષકજ એના વિદ્યાર્થીઓ આગળ જીવંત પુસ્તક થઈ બેસી જાય તો હાલતાં ચાલતાં વાતોમાં અને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓ થોડા સમયમાં એટલું બધું મેળવતા જાય છે કે, શિક્ષકની હોંશ અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને પરિણામે એ જીવંત પુસ્તકમાં નિત્ય નવીન પ્રકરણો ઉમેરાતાં જાય છે. અને આવા શ્રુત શિક્ષણમાં પુસ્તકોના અર્થનો લગભગ છે દ જ ઊડી જાય છે."

"(आ) શિક્ષકનો સહવાસ : ઉદ્યોગકેળવણીનું આ તદ્દન અનિવાર્ય સાધન છે. શિક્ષકના અંતરમાંવિદ્યાર્થીઓ માટે પ્રેમ અને ઉત્સાહ ઊભરાતાં હશે, તો આ સહવાસ બહુ જ સરળ, રસિક અને પરસ્પર વિકાસસાધક નીવડે છે. આવો શિક્ષક શિક્ષક ઉપરાંત સનાતન વિદ્યાર્થી રહે છે."

"(इ) રાસ્ટ્રીય અને પ્રજાકીય પ્રવૃત્તિઓમાં સતત સહકાર આપવાનો ક્રમ ઉદ્યોગ દ્વારા તો બાળપણથી જ પ્રજા-સમાજ અને સરકારન વિદ્યાર્થી વર્ગ મદદ કરતો થઈ જાય છે. પરંતુ આપ લખો છો એમ દારૂનિષેધ જેવી, હરિજનસેવા અને ગામસફાઈ જેવી પ્રવૃત્તિમાં સતત સહકાર આપવાનો ક્રમ પોતાની શાળામાં દાખલ કરી કુશળ અને હોંશીલો શિક્ષક જીવનની શરૂઆત્માં જ વિદ્યાર્થીઓને સેવા અને સમાજ પરિચયની ઉત્તમ પ્રકારની વ્યવહારૂ અને જીવંત કેળવણી આપી દે છે. આપણી ઉદ્યોગકેળવણીનું આ નવું સાધન આખી કેળવણીને અત્યંત વ્યવહારૂ , જેવંત અને ફળદાયી બનાવી દે છે. આ વિષૅ હું વધુ ને વધુ વિચારું છું તેમ તેમ મને વધુ ને વધુ સ્પસ્ટ થતું જાય છે કે , સ્વરાજસાધના અને સ્વરાજ સંચાલનની ખાદી, ગ્રામૌદ્યોગ, દારૂનિષેધ, હરિજનસેવા અને ગ્રામસફાઈની આપણી પ્રાણ___ પ્રવૃત્તિઓને ઉદ્યોગપ્રધાન પ્રાથમિક શાળાઓ ખૂબ જ મદદરૂપ થઈ પડવાની છે. 'વિદ્યાર્થીઓ જ પ્રજાનું સાચું ઘડતર કરી શકે છે.' એ સૂત્રનો આમાં કેટલો સુંદર પ્રયોગ થઈ રહેવાનો છે!"

"(ई) માબાપ - વડીલો સાથે વધુ નિકટ -વધુ જીવંત સંબંધ આપણી નવી પ્રાથમિક કેળવણીનું આ સાધન ભારે શક્તિશાળી થઈ પડવાનું છે. આજની કેળવણી તો માબાપ ને વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર વધાર્યા કરે છે. રજિસ્ટર પર સહી કરવી અને ફી આપવી એ સિવાય માબાપોને શાળાકેળવણીમાં કશો રસ નથી હોતો. શાળામાં મળતી કેળવણી પુસ્તકિયા હોવાથી ગૃહતંત્રના વહેવારથી દૂર જ ભાગે છે - કૌટુંબિક પ્રેમ તૂટતો જાય છે. વર્ણ વ્યવસ્થામાં

૩૮