આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહેલી પરંપરાગત ખેતી ઉદ્યોગની સાંકડીઓની કળીઓ પુસ્તકિયા કેળવણીમાં ખોવાઈ, અટવાઈ જવાથી શુદ્ધ વર્ણવ્યવસ્થાનો લોપ થઈ રહ્યો છે. પરિણામે દેશની ખેતી અને ગ્રામોદ્યોગો સુકાતા જાય છે. આપણી કેળવણી ઉદ્યોગમે હશે, એટલે ગામડાંના જ ઉદ્યોગો એટલે કે માબાપના ધંધાઓ સાથે એને સીધો સંબંધા હશે. એટલે માબાપોને એમાં ખૂબ રસ પડશે. એમને ખાતરી હશે કે, દીકરો દીકરી ભણીને ઉદ્યોગ વિહોણાં ન થતાં ઘરકામમાં મદદરૂપ થશે. આમ પ્રાથમિક કેળવણીને ફરજિયાત બનાવવાનો કોયડો વધુ સરળ થશે. ફરજિયાત શિક્ષણ પાછળનું બાળ દંડ નહીં રહે. માબાપનો ઉત્સાહભર્યો સહકાર જ સાચે સાચું બળ થશે.

"(उ) પ્રાથમિક શિક્ષણના ખ્યાલને આપ વ્યાપક કરવા ઇચ્છો છો એ બહુ જ યોગ્ય છે. ગુજરાટી ચાર ધોરણ પછીના વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે. એમના અનુભવો એવા મળી રહ્યાં છે કે, ચાર ધોરણ પછીના ગામડાંના વિદ્યાર્થીઓનો આખોયા પ્રશ્ન નવીન અને ક્રાંતિકારી વિચારણા માંગી લે છે. અનુભવ તો એ થાય છે કે, ચાર ધોરણ પછી અંગ્રેજીના મોહેશહેરની શાળાઓ તરફ જ ગામડાંના વિદ્યાર્થીઓ આકર્ષાય છે. તે કેળવણી ખર્ચાળ હોવાથી ઘણાં માટે તેના દરવાજા બંધ રહે છે. તેમની કેળવણી અધવચમાં રાખડી પડે છે. જેઓ મહામહેનતે જાય છે તે વિલાસી, પરોપજીવી કેળવણી લઈ પોતાને, માબાપને તેમજ ગામનાં હિતને દગો જ દે છે. આ વર્ગને જો ગામડામાં ઉદ્યોગશાળા રાખી ભણાવી તો એમાં માબાપનું, વિદ્યાર્થીનું અને ગામનું પાર વિનાનું હિત થાય છે. વિદ્યાર્થીઓને વિનીત (મેટ્રિક) સુધીનું જ્ઞાન બહુ જ થોડા વખતમાં ચાર કલાક ઉદ્યોગ અને બે કલાક અભ્યાસની શાળામાં બહુ ખુશીથી આપી શકાય, એવો મારો અનુભવ દ્રઢ થતો જ જાય છે.”

ह. बं. ૧૭-૧૦-‘૩૭

૩૯