આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨.
કેટલાક પ્રશ્નો

['સાપ્તાહિક પત્ર'માંથી]

[૧૯૩૭મા મે માસની ૨૨મી તારીખે તીથલમાં ગુજરાતની રાષ્ટ્રીય શાળાના સિક્ષકોનું એક નાનું સંએલન થયું હતું. એ સંમેલન બોલાવનારે આમંત્રિત શિક્ષકોને નીચેની પ્રશ્નાવલિ અગાઉથી મોકલી રાખી હતી.]

૧. આપણાં ગામડાંને અનુકૂળ ને લાભદાયી થઇ શકે એવી કેળવણી કઇ ગણાય? ખરી કેળવણી ગામડે ગામડે પહોંચાડવાની યોજના.
૨. આમવર્ગનાં નિરક્ષરતા અને અજ્ઞાન ફેડવાના ઉપાયો.
૩. સંપૂર્ણ બૌધ્ધિક વિકાસને સારુ અક્ષરજ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા છે શું? અક્ષરજ્ઞાન દ્વારા શિક્ષણનો પ્રારંભ કરવાની પધ્ધતિ બૌધિક વિકાસને રોકે છે કે?
૪. ઔદ્યોગિક શિક્ષણને મધ્યબિન્દુએ રાખીને આખી કેળવણીની વ્યવસ્થા કરવાની આવશ્યકતા.
૫. અત્યારે ચાલતી રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓના ભાવી કાર્યક્રમનો વિચાર.
૬ સ્વભાષા દ્વારા બધી જ કેળવણી આપવાની શક્યતા અને સાધનોનો વિચાર.
૭. આજની પ્રચલિત શાળાઓમાં રાષ્ટ્રીય કેળવણીનાં કયાં કયાં તત્વો દાખલ કરવાં આવ્શ્યક છે?
૮. આપણી શાળાઓમાં, ખાસ કરીને પ્રાથમિકનાં છેલ્લાં તથા માધ્યમિકનાં શરૂઆતનાં વર્ષોમાં, હિંદી- હિંદુસ્તાનીનું શિક્ષણ ફરજિયાત રાખવા વિષે.

આ મુદ્દાઓ વિષે ગાંધીજીને એમના વિચારો પ્રદર્શીત કરવાનું કહેવામાં આવ્યું, તેના જવાબમાં એમણે જે વિવેચન કર્યું તે વિવેચનનો સાર હું અહીં આપું છું. - મહાદેવ દેસાઈ].

આપણે જો ગામડાંને અનુકૂળ અને લાભદાયી એવી કેળવણી આપવી હોય, તો વિદ્યાપીઠને ગામડાંમાં લઇ જવી જોઇએ.આપણે