આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩
ઉદ્યોગ વાટે કેળવણી

[ગાંધીજીએ તેમનાં અનેક સંભાષણોમાં, એમના મનમાંનવી કેળવણીની યોજના કેવી રીતે ઉદ્‍ભવી, અને ઉદ્યોગ અને શિક્ષણનો સંયોગ કેવી રીતે કરવાનો વિચાર તેમનાં મનમાં છે, તે વિસ્તારથી સમજાવ્યું છે. તે એમના જ શબ્દોમાં અહીં આપું છું. – મહાદેવ દેસાઈ]

કેળવણીમાં નવો ચીલો પાડવાની જરૂર મને ઘણો વખત થયા સમજાઈ હતી, કેમ કે હું દક્ષિણા આફ્રિકાથી પાછો ફર્યો ત્યારે મને aaa અનેક વિદ્યાર્થીઓ મળવા આવતા, તેમની મારફતે હું જાણી શક્યો હતો કે, આધુનિક કેળવણી છેક જ નિષ્ફળ નીવડી છે. એટલે મેં આશ્રમ શાળામાં હાથઉદ્યોગનું શિક્ષણ દાખલ કર્યું. હકીકતમાં ત્યાં ઉદ્યોગશક્તિ પર વધારે ભાર દેવામાં આવેલો; એનું પરિણામ એ આવ્યું કે bbb ઉદ્યોગશિક્ષણથી થોડા વખતમાં કંટાળી ગયાં અને એમને થયું કે ccc અક્ષરજ્ઞાન કંઇ જ આપવામાં આવતું નથી. એ એમની માન્યતા ખોટી હતી, કેમ કે એમને જે થોડુંક અક્ષરજ્ઞાન અપાતું હતું તે પણ બીજી ઢબની નિશાળોમાં બાળકોને સામાન્યપણે મળે છે તેના કરતાં વધારે હતું. પણ એ વસ્તુએ મને વિચાર કરતો કરી મૂક્યો, અને હું એવા નિર્ણય પર આવ્યો કે, ઉદ્યોગની साथे અક્ષરજ્ઞાન નહીં પણ ઉદ્યોગ वाटे આપવું એ જ ખરો રસ્તો છે. તો ઉદ્યોગશિક્ષા વૈતરું લાગતું મટી જશે, અને અક્ષરજ્ઞાન સંગીન અને નવી જ રીતે ઉપયોગી બનશે. મહાસભાએ હોદ્દા સ્વીકાર્યા એટલે મને મારો વિચાર તેમના આગળ મૂકવાનું સૂઝ્યું, અને એનો ઘણી જગ્યાએ સત્કાર થયો એ જોઈને મને આનંદ થાય છે.

અંગ્રેજીને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવાનો નિશ્ચય અમે એટલા માટે કર્યો છે કે, બાળકોનો ઘણોખરો વખત અંગ્રેજી શબ્દોના પ્રયોગો ગોખવામાં ચાલ્યો જાય છે; અને તે છતાં તેઓ જે શીખ્યા હોય

૫૦