આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આમાં મુખ્ય વિચાર એ રહેલો છે કે, બાળકને જે હાથઉદ્યોગ શીખવાય તે મારફતે તેન શરીર, મન અને આત્માની બધી કેળવણી આપી દેવી. હાથઉદ્યોગની બધી ક્રિયાઓ શીખવતાં શીખવતાં બાળકના અંદર જે હીર રહેલું હોય તે બહાર ખેંચી આણવાનું છે; અને ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેના પાઠ એ ઉદ્યોગના અનુસંધાનમાં શીખવવાના છે. આવી કેળવણી અપાય તો તેનું સીધું પરિણામ એ આવે કે, તે સ્વાવલંબી બને. પણ એની સફળતાની કસોટી એ નથી કે તે સ્વાવલંબી બને.પણ શાસ્ત્રીય રીતે હાથ ઉદ્યોગનું શિક્ષણ આપતાં આપતાં બાળકની અંદર રહેલો સર્વાંગી મનુષ્ય બહાર આણેલો હોય, એ એની સફળતાની કસોટી છે. વસ્તુતઃ, જે શિક્ષક એને ગમે તેમ કરીને સ્વાવલંબી બનાવવાનું વચન આપે, તેને તો હું રાખું જ નહીં. શિક્ષણ સ્વાવલંબી નીવડે એ તો વિદ્યાર્થી પોતાની દરેક શક્તિનો ઉપયોગ કરતાં શીખ્યો હોય તેમાંથી ગૌણ રીતે ફલિત થાય. જે છોકરો રોજના ત્રણ કલાક હાથઉદ્યોગનું કામ કરે, તે જો પોતાની આજીવિકા જેટલું કમાઈ શકે, તો જે છોકરો કામની સાથે સાથે મન અને આત્માનો વિકાસ પણ સાધે, તે તો કેટલું વધારે મેળવે.

ह૦ बं૦ , ૧૨-૬-'૩૮

૧૪.
કેટલાક કીમતી અભિપ્રાય

[ઉદ્યોગ દ્વારા શિક્ષણને બે ટેકા' એ લેખ]

જો કે વિનોબા અને હું માત્ર પાંચ માઈલના જ આંતરે પડ્યા છીએ, છતાં બમ્ને કામમાં ગૂંથાયેલા હોવાથી ને બંનેની તબિયત જરા લથડેલી હોવાથી એકબીજાને ભાગ્યે જ મળીએ છીએ. તેથી કેટલુંક કામ પત્ર દ્વારા આટોપી લઈએ છીએ.

"આપના શિક્ષણ વિષેના છેલ્લા વિચારો મને બહુ જ ગમી ગયા છે. મારા વિચારો એ જ દિશામાં વહે છે 'ઉદ્યોગ+શિક્ષણ'એ દ્વૈતી ભાષા મને ગમતી જ અન્થી. હું તો 'ઉદ્યોગ=શિક્ષણ' એવું અદ્વૈતી સમીકરણ માનું છું. શિક્ષણ સ્વાવલંબી થઈ શકે છે એ વિષે મને મુદ્દલ શંકા નથી. જેમાં સ્વાવલંબન નથી તેને ગામડાંની દૃષ્ટિએ 'શિક્ષણ' સંજ્ઞા જ ન આપી શકાય, એમ મને તો લાગે છે. આપના વિચારોની સાથે આ બાબતમાં હું સંપૂર્ણ સંમત હોવાથી તે વિષે
૫૩