આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાસ લખવાની ઈચ્છા નથી થઈ. તેનો પ્રયોગ કરવાની ઇચ્છા થઈ છે. થોડોક કર્યો પણ છે. અને ઇશ્વરની ઇચ્છા હશે તો આ વિષયનો નિર્ણય લાવવાની ઉમેદ રાખીશ."

મજકૂર વિચાર એવા એક કાગળમાંથી મેં ઉતાર્યો છે. એ વિચારને હું બહુ મહત્ત્વ આપું છું, કેમ કે એ દિશામાં કેટલાક પ્રયોગો વિનોબાએ કર્યા છે તેટલા મેં કે મારા બીજા સાથીઓમાંથી કોઈએ કર્યાનું મારી જાણમાં નથી. તકલીની ગતિમાં જે ક્રાંતિકારી વધારો થયો છે, તેના મૂળમાં પણ વિનોબાની પ્રેરણાઅને એમનો અથાગ શ્રમ છે. મોટી સંસ્થા ચલાવતાં છતાં એમણે આઠ આઠ ને દસ દસ કલાક રેંટિયો ને તકલી ચલાવ્યાં છે. અને શિક્ષણમાં આ ઉદ્યોગને પ્રથમથી જ એમણે મહત્ત્વનું સ્થાન આપ્યું છે. એટાલે જેને હું મારી મૌલિક શોધ ગણું છું, એટલે કે ઉદ્યોગદ્વારા સ્વાવલંબી શિક્ષણ, એની સાથે વિનોબા સહેજે સમ્પૂર્ણ પણે સંમત છે એ મારે સારુ તો બહુ ઉત્તેજક વાત છે જ. અને જેઓ વિનોબાને ઓળખે છે તેઓ પણ તેથી પોતાની શ્રદ્દા દૃઢ કરશે અથવા તો નહીં હોય તો શ્રદ્ધા લાવશે, એવી આશાએ એમનો મત મેં અહીં ઉતાર્યો છે.


શ્રી વિનોબાનો ટેકો એ મારે સારુ નવાઈને વાત નથી, અને हरिजनबंधु માંથી વાંચનારને પણ નવાઈ નહીં લાગે. પણ જો તેમને ટેકો ન મળે તો મારે વિમાસણમાં પડવું જોઈએ. મારા જૂનામાં જૂના સાથીઓને જે વાત હું ન સમજાવી શકું એપ્રજાને સમજાવવાની હામ ભીડું તે મૂર્ખાઈ અથવા ધૃષ્ટતા તો ગણાય જ. પણ નીચેનો શ્રી મનુ સૂબેદારનો કાગળમળ્યો તેથી મને અવશ્ય સાનંદાશ્ર્ચર્ય થયું. એમની સાથે હું કેળવણી, મદ્યનિષેધ વગી પરના મારા વિચારો વિષે પત્ર વ્યવહાર ચલાવી રહ્યો છું. તેને પરિણામે નીચેનો પત્ર આવ્યો છે. એ જોઈને વાંચનાર પણ રાજી થશે. તેમણે મજકૂર કાગળની સાથે અંગ્રેજીમાં કેટાલીક સૂચનાઓ મોકલી હતી એ હું हरिजनમાં પ્રગટ કરી ચૂક્યો છું.

"કેળવણીનો બોજો વિદ્યાર્થી કેટાલે અંશે ઉપાડે. અને તેમના ભવિષ્યમાં સુધારો થઈને તુરતમાં શરીરને વ્યાયામ મળે, ઉદ્યોગના કાર્યમાં મળાતી શિસ્ત વગેરેથી તેમના મનનો વિકાસ કેમ થાય, એ
૫૪