આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિચારો કરી રહ્યો હતો, ત્યાં આપ કેળવણીની પરિષદમાં પ્રમુખપણું સ્વીકારો છો એવા ખબર મળ્યા, એટલે આ વિષાય ઉપર તૈયાર કરેલી નોંધો આપને તુરંત મોકલી આપવી એમ લાગ્યું.

"ગૃહઉદ્યોગની યોજનાઓ અને શાળાઉદ્યોગની યોજનાઓમાં કાંઈજ ફરક નથી. સિવાય કે શાળાઉદ્યોગને કાચો માલ પૂરો પાડ્યો હોય તો સારું, પણ હંમેશ એ બની શકતું નથી."

"બધી જાતના સાંચા ('મોલ્ડ') અને હાથનાં યંત્રો ('પ્રેસીસ') બનાવનારી સંસ્થા કદાચ સરકારે ઊભી અક્રવી જોઈશે, કારણકે ખરચમાં સંકુચિત રહેવાનું હજુ ઘણાં વરસ સુધી રહેશે. કદાચ જેલનો ઉપયોગ આમાં થઈ જાય."

"સામાન્ય યોજના બનાવી શહેર અને જિલ્લામાં મોકલાવી જોઈશેમ, અને ત્યાંથી સગવડો છે અને કયો કાચો માલ સહેલે, સાવ મામૂલી કિંમતે મળે તે વિગતો મેળવી જોઈશે. શહેરોમાં તો ઘણી સગવડો મળશે. ગામડામાં શું થઈ શકે તેનો વિચાર મારા કરતાં વધુ માહિતી ધરાવનારાઓ કરશે."

"જે ગામમાં નિશાળ જેવું કાંઈ નથી ત્યાં તો એ ઘણી સુગમ વાત છે કે, કામ કરાવી શકે તેવી વ્યક્તિ પહેલેથી જ નીમવામાં આવે. ભણતર ભણાવે અને સાથે કામ કરાવે એ બંને ચીજો ભેગી થાય તોઇ ઘણું જ સારું."

"આપે પ્રથમ કહ્યું ત્યારે જે ઘણું મુશ્કેલ લાગતું હતું તેનો થોડોક વિચાર થતાં, ઉદ્યોગહુન્નર, બેકારી અને કેળવણી એ ત્રણ મોટા સવાલોનો એકસાથે નિવેડો સંગઠન કરીને કેમ થાય તે દેખાવા માંડ્યું છે. ગઈ ૧૮મીના हरिजनમાં एक अध्यापक નું લખાણ વાંચ્યા પછી એમ લાગે છે કે, કેળવણીમાં પણ वेस्टॅड इंटरस्ट (જામી ગયેલા સ્વાર્થો) જેવું કાંઈક છે, અને તે આપ કહો છો તેમ પ્રથમથી બંધાઈ ગયેલા ખોટા વિચારો છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે, પોપતા નળી પર બેસે છે નેપોતે તેને પકડી રાખે છે અને પછી કહે છે કે હું તો બંધાયેલો છું."

"ગરીબ દેશમાં કેળવણી અને ઉદ્યોગને છૂટાં પાડવા પોસાય નહીં, થોડાં કપડામાં અંગ ઢાંકવું રહ્યું, માટે જરાક વધુ તકલીઅફ્વાળો માર્ગ સ્વીકારવો જોઈએ. પરદેશી રાજ્યે તે તકલીફ લીધી નહીં.

૫૫