આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'પૈસા ઓછા છે કેળવણી ઓછી આપો', એમ વિદેશી જ કહી શકે. મહાસભાના રાજ્યમાં જેનાથી જે બોજો ખમાય તેને ખમવો. વિધાર્થીઓ કેટાલો બોજો ખમી શકે તેની પાકી તપાસ થતાં દેખાશે કે, વ્યવસ્થા થઈ હોય તો ઘણો સારો ફાળો કેળવણીના ખરચામાં તેઓ આપે, અને ઊલટું મોટા થઈને પોતે રોજી મેળવે એવું પણ કંઈક શીખે."

ह૦ बं૦,૧૦-૧૦-'૩૭


['એક અધ્યાપકનો ટેકો' એ લેખ]

"બાળકને કંઈ પણ ઉપયોગી હાથઉદ્યોગ શાસ્ત્રીય અને સરકારી ઢબે શીકહ્વવો અને તેના શિક્ષણનો આરમ્ભ થાય તે ક્ષણથી જ એને કંઈક વસ્તુ પેદા કરતાં શીખવવું, એ આપની સૂચના સાથે હું સંમત છું, એટલું જ નહીં પન એનું આગ્રહપૂર્વક સમર્થન પણ કરું છું. આ ક્રાંતિકારક સૂચના છે એમાં શક નથી, પણ હું એમાં સોએ સો ટકા સંમત છું. નીતિ, સંસ્કાર, અને આર્થિક લાભની દૃષ્ટિએ એની કિંમત વ્યક્તોઇને તેમ જ રાષ્ટ્રને માટે પાર વિનાની છે. એથી શરીર શ્રમનું ગૌરવ સમજાશે, એટલું જ નહીં પણ સ્વાશ્રયની ભાવના કેળવાશે અને જીવનમાં સર્જનનું યોગ્ય સ્થાન શું છે એની બરાબર સમજ આવશે. બુધિ, શરીર, નીતિ અને ઉદ્યોગ એ બાબતમાં બાળકોની જરૂરિયાતો પૂરી પાડવી ને તેની શક્તિ વિકસાવવી એ આપણું ધ્યેય હોવું જોઈએ. ઉદ્યોગના શિક્ષણમાં બાળકને ઉત્પાદનની બધી ક્રિયાના સામાન્ય સિદ્ધાંતો શીખવાશે, અને તેની સાથે બાળક કે જુવાનને સર્વ ઉદ્યોગના સાદામાં સાદા ઓજારો વાપરવાનું વ્યવહારુ શિક્ષણ મળશે. આપનો આદર્શ એ હોવો જોઈએ કે, ઉછરતી પેઢીને ભણતરની સાથે સાથે જેમાં કંઈક સર્જનની જરૂર હોય એવું કામ શીખવવામાં આવે. એનો અર્થ એ છે કે, સામાન્ય કેળાવણીની સાથે શારીરિક કામને જોડાવામાં આવે અને એનું ધ્યેય એ છે કે, જેની સાથે શારીરિક કામનો મેળ સાધી શકાય એવી ઉદ્યોગની સર્વ શાખાઓનો સાધારણ ખ્યાલ બાળકને મળે. બૌદ્ધિક અને નૈતિક પ્રયાસની સાથે જોડેલો શારીરિક શ્રમ એને આપણી કેળવણીમાં પ્રધાનપદ હોવું જોઈએ. મગજ અને હાથપગના કામને વિખૂટાં ન પાડવા જોઈએ."

૫૬