આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"આપણી પ્રાથમિક કેળાવણીની પદ્ધતિમાં આપણે આટલી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ :

૧. જન્મભાષા
૨. અંકગણિત
૩. પ્રાકૃતિઅક્ વિજ્ઞાન
૪. સમાજશાસ્ત્ર
૫. ભૂગોળ અને ઇતિહાસ
૬. અંગમહેનતનું અથવા હુન્નરઉદ્યોગ
૭. કસરત
૮. કળા અને સંગીત
૯. હિંદુસ્તાની"

"અહીં સવાલ એ જ ઊભો થાય છે કે, બાળકની કેળવણીની શરૂઆત કઈ ઉંમરે થવી જોઈએ? પાંચ કે છ વરસની ઉંમરે કેળવણી શરૂ થાય, તો એ ઉંમરે કંઈક ઉપયોગી હાથઉદ્યોગ શરૂઆત કરી શકાય ખરી ? એ શીખવવામાં જે ખર્ચ થાય તેનું શું ? એ અક્ષરજ્ઞાનના પ્રચાર કરતાં સહેલું ને ઓછું ખરચાળ નહીં થાય. હું આઠ કે દસ વરસની ઉંમરે હાથ ઉદ્યોગની શરૂઆત કરું, કેમ કે ઓજાર વાપરવામાં એને હાથની શક્તિ અને ધારણ જોઈએ જ. પણ પ્રાથમિક શિક્ષણની શરૂઆત તો ઓછામાં ઓછી પાંચ કે છ વરસની ઉંમરે થવી જોઈએ. બાળકને એથી વધારે રાહ જોવડાવી શકાય નહીં. આપણે બાળકને જે ઉદ્યોગનું શિક્ષણ આપવાનો વિચાર રાખીએ છીએ, તે ઉપરાંત મૅટ્રિક જેટલા ધોરને બાળકને લઈ જવા માટે આપણી પાસે દસ વરસનો અભ્યાસક્રમ હોવો જોઈએ. પણ આબાળકોએ પેદા કરેલી ચીજો - ખાસ કરીને નાના બાળકો -ની આર્થિક કિંમત વિષે મને શક છે ખરો. જ્યાં વેપારમાં કશા પ્રતિબંધો નથી અને જાતજાત્ની નિતનવી ફેશનો નીકળે છે એવા દેશમાં, વને વેળી એ ચીજો પણ ટકાઉ કે સફાઈદાર ન હોય એવે વકહ્તે એ વેચાઈ નહીં શકે. રાજ્ય જો એ ચીજો ખરીદી લે, અથવા તો કંઈક સેવા કે મદદ આપી તેના બદલામાં તે લે, તો એ ચીજોનું તે શું કરશે? રાજ્ય આમ કરે એના કરતાં તો કેળાવણી પર સીધી રીતે પૈસા ખરચે એ વધારે સારું, બેશક, મોટી ઉંમરના, દાખલા તરીકે બારથી સોળ વરસના, છોકરાઓએ બનાવેલી ચીજોની બજારમાં વેચી શકાય એવી બનાવી શકાય ખરી, અને તેથી એમાંથી ઠીકઠીક આવક કરી શકાય ખરી."

૫૭