આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હું તો અક્ષરજ્ઞાનના પ્રશ્નનો વિચાર જુદી રીતે કરૂં, અને એને માટે કર નાખવાની ને ખરચ કરવાની જરૂર પડે તો તે ખુશીથી કરું."

"ઉપયોગી હાથૌદ્યોગનો વિચાર પ્રાથમિક કેળાવણીનાં આગલા (અથવા માધ્યમિક) ધોરણોમાં થીક ઠીક વિકસાવી શકાય. ઓછામાં ઓછું અમુક અંશે એને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન તો કરવો જોઈએ; અને અનુભવ મળ્યા પછી, પેદા થયેલી ચીજોનીકિંમતને ધોરણે તેને બની શકે તો પૂરેપૂરી સ્વાવલંબી બનાવવી જોઈએ. મારા એક જોખમની સામે રક્ષણ કરવું પડશે; તે એ કે, શરીર, મન અને આત્માના સંસ્કારની કેળાવણી આર્થિક હેતુ અને નિશાળની આર્થિક વ્યવસ્થા આગળ છેક જ ગૌણ ન બની જાય."

"પ્રાથમિક કેળાવણીને અત્યારના મેટ્રિકમાંથી અંગ્રેજી બાદ કરીએ (અને, હું ઉમેરું કે હિંદુસ્તાની ઉમેરીએ) એટલા ધોરણે પહોંચાડવાની આપની સૂચના પણ મને કબૂલ છે. એનો અર્થ એ છે કે, આપ પ્રાથમિક કેળાવણીમાં માધ્યમિક કેળાવણીનો પણ સમાવેશ કરો છો. આપનો વિચાર નિશાળની કેળાવણીને, કહો કે દશ વરસનો, એક સમ્પૂર્ણ ઘટક બનાવવાનો છે. હું એમાં એટલું ઉમેરું કે; એ કેળાવણી સ્વભાવ દ્વારા જ અપાય ને બીજી કોઈ ભાષા દ્વારા નહીં, એથી બાળકનું મન સ્વતંત્ર થશે, એના મનમાં જ્ઞાન અને જીવનના પ્રશ્નો વિષે ઊંડો રસ પેદા થશે, અને બાળકમાં સર્જનની શક્તિ ને એની દૃષ્ટિ આવશે."

"હું કબૂલ કરું છું કે, મધ્યયુગમાં કેળાવણી મોટે ભાગે સ્વાવલંબી હતી; અને જો આપણી સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થા અને દૃષ્ટિ મધ્યયુગીન રહે તો કેળાવણીને સામાન્યપણે સ્વાવલંબી બનાવી શકાય ખરી. મધ્યયુગીન એટલે કે વર્ગ અને વર્ણની અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થાના જૂના ને સંકુચિત વિચારોને વળગી રહેનારી. પણ આજે જ્યારે આપણને લોકશાસન, રાષ્ટ્રવાદ અને સમાજવાદની કલ્પનાઓ વ્યાપી રહેલી છે, એવે વખતે કેળવણી સ્વાવલંબી નહીં બની શકે. સમાજમાં એકમાત્ર સંગઠિત અને શાસનબળ તથા સાધનસામગ્રીથી સંપન્ન એવી શક્તિ તે સરકાર જ છે. એટલે આ કામ એણે માથે જ લેવું જ રહ્યું. જૂના શક્તિના સમૂહો - નાત, વર્ગ, મહાજન, પાઠશાળા, ધર્મસંઘ - માં શક્તિ, શાસનબળ કે સાધનસામગ્રી રહ્યાં નથી, અને જૂતા જમાનામાં જે વિશાળ અર્થમાં એનું અસ્તિત્વ હતું એવું હવે રહ્યું નથી. સામાજિક શક્તિ બધી રાજકીય સમૂહ પાસે

૫૮