આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જતી રહી છે. અને હિંદુસ્તાનમાં પન રાજકીય શક્તિ એ જ આર્થિક અને સામાજિક શક્તિ બની ગઈ છે, એટલે બે આદર્શો - એક મધ્યયોગીન ને બીજો અર્વાચીન - જોડાજોડ નહીં ચાલે. ભૂતકાળમાં નહોતી સાર્વત્રિક કેળવણી, નહોતું લોકશાસનવાળું એકતંત્રી રાજ્ય, કે નહોતી રષ્ટ્રીય સમાનદર્શી દૃષ્ટિ."

"કેળવણીમાં જુવાનોની સેવા ફરજિયાત લેવી એ વિચાર હવે નવો નથી, પણ એ પ્રમાણે કરવા જેવું છે ખરું. મહાસભા અને તેના પ્રાંતિક પ્રધાનો તેમના અધિકારની રૂએ દેશના બુદ્ધિશાલી વર્ગને વિનંતિ કરી જુઓ; અને જેમને જનસમૂહની કેળવણી માટે દાઝ હોય એવા સહુ પ્રજામાં અક્ષરજ્ઞાન, સંસ્કાર અને શિક્ષણનો પ્રચાર કરવામાં સરકારની મદદે આવે એવી હાકલ એમને કરે, એથી જનસમૂહની સાથે નવી જ રીતનો સંપર્ક સધાશે - કેવલ આર્થિક કે રાજકીય વિષયનો જ સંબંધ નહીં રહે. પ્રજાની સામુદાયિક શક્તિ ને બુધિને જાગ્રત કરવી, સંગઠિત કરવી ને વ્યવસ્થિત કરવી, એ ઉચ્ચતર હેતુ પણ એથી સધાશે."

મેં સ્વાવલંબી પ્રાથમિક કેળવણી વિસે પહેલી વાર લખ્યું ત્યારે શિક્ષણક્ષેત્રના સાથીઓને તેમના અભિપ્રાયો મોકલી આપવાની વિનંતી કરી અહ્તી. સૌથી પ્રથમ અભિપ્રાયો મોકલનારમાં કાશી હિંદુ વિશ્વ વિદ્યાલયવાળા અધ્યાપક પુણતાંબેકર એક હતા. એમણે લાંબો, દલીલોથી ભરેલો જવાબ મોકલ્યો હતો. ઓઅણ જગાને અભાવે હું અત્યાર પહેલાં એ આ પત્રમાં આપી શક્યો ન હતો. ઉપર એમના અભિપ્રાયોનો સૌથી વધારે પ્રસ્તુત ભાગ આપ્યો છે. સમ્ક્ષેપને સારુ અક્ષરજ્ઞાન અને કૉલેજની કેળવણી વિસેના ભાગો કાઢી નાખ્યા છે. કેમ કે આ માસની ૨૨મી અને ૨૩મી તારીખે ભરનારી પરિષદમાં ચર્ચાનો મુખ્ય ઉદ્યોગ દ્વારા સ્વાવલંબી પ્રાથમિક કેળવણી એ રહેશી.

ह० बं०, ૨૪-૧૦-'૩૭

૫૯