આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એને એવા અધ્યાપનમંદિરનું રૂપ આપવું જોઇએ, કે તેમાં આપણા શિક્ષકોને ગ્રામવાસીઓની હાજતોને અનુકૂળ એવી ઢબે શિક્ષણ આપવાની તાલિમ આપી શકીએ. શહેરમાં અદ્યાપનમંદિર રાખીને ગામડાં ગામડાંને અનુકૂળ એવી ઢબે શિક્ષણ આપનારા શિક્ષકો તૈયાર ન કરી શકાય. શહેરમાં રહેનારા માણસોને ગામડાંના પ્રશ્નોમાં રસ લેતા, ગામડામાં રહેતા કરવા એ કંઈ સહેલું કામ નથી. આનો પુરાવો મને સેગાંવમાં રોજ મળ્યા કરે છે, અને સેગાંવ માં એક વરસ રહ્યા પછી એવા ગ્રામવાસી બની ગયા છીએ કે ગામડાના લોકો સાથે સાર્વજનિક હિતની બાબતોમાં તાદાત્મ્ય સાધી શક્યા છીએ, એમ હું ખાતરીપૂર્વક તમારા આગળ કહી શક્તો નથી.

પછી પ્રાથમિક શિક્ષણની વાત. મારો તો દૃઢ અભિપ્રાય છે કે કક્કા અને વાચન લેખનથી બાળકના શિક્ષણનો આરંભ કરવાથી તે બાળકનો બુધ્ધિ વિકાસ કુંઠિત થાય છે. બાળકોને ઇતિહાસ, ભૂગોળ, લેખાaaa કાંઈક કળા (દા.ત. કાંતવાની)નાં મૂળ તત્વો ન આવડે ત્યાં સુધી હું એમને કક્કો ન શીખવું.આ ત્રણ વસ્તુઓ મારફતે્।bb| એમની બુધ્ધિનો વિકાસ સાધું. તકલી કે રેંટિયા વાટે એમની બુધ્ધિનો વિકાસ શી રીતે થ ઇ શકે, એ પ્રશ્ન કદાચ પૂછાય.કાંતવા ccc જો જડ યંત્રવત્ ન શીખવવામાં આવે, તો એ વાટે તો બુધ્ધિનો અદ્‍ભૂત વિકાસ થઈ શકે. દરેક ક્રિયા કેમ ને શા માટે થાય છે ।ddd| બાળકને સમજાવતા જાઓ, તકલી કે રેંટીયાની રચના સમજાવો, ।eee। અને સંસ્કૃતિ સાથેના એના સંબંધ એને સંભળાવો, કપાસ જ્યાં ઉગતો હોય એ ખેતરમાં એને લઈ જાઓ, એ કાંતે એ તાર ગણતાં શીખવો, તો તમે એને એમાં રસના ઘૂંટ્ડા આપી શકો એ મન।fff| કેળવણી પણ આપી શકો. આ પ્રારંભિક શિક્ષણને માટે હું છ મહિના આપું. તે પછી બાળક કદાચ વાંચવા ને કક્કો શીખવા તૈયાર થઈ રહે. એને ઝપાટાબંધ વાંચતાં વડે એટલે તે સાદાં ચિત્રો દોરવાનું શીખવા તૈયાર થાય. ભૂમિતિની આકૃતિઓ ને પંખી વગેરેનાં ચિત્રો દોરતાં આવડે એટલે પછી એ જે મૂળાક્ષરો શીખશે તે ભૂંડા ભખ જેવા નહિ કાઢે, પણ સુંદર ચિત્રની પેઠે દોરશે. મને બચપણમાં કક્કો શીખવવવામાં આવેલો એ દિવસો મને યાદ છે. એ