આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટળી શકે એવી નથી. નં. ૩ માં ભણતરનું જે ધોરણ બતાવ્યું છે તે કદાચ બહુ ઊંચું ગણાય."

લેખકે મારા લખાણનો ભાવાર્થ આપવાને બદલે મારા શબ્દો જ ટાંક્યા હોત તો સારું થાત. કેમ કે એમણે આપેલા ભાવાર્થની પહેલી કલમમાં કરેલાં કથનોમામ્થી એકમાં સત્ય નથી. મેં એમ નથી કહ્યું કે, શિક્ષણની સહ્રૂઆત ઉદ્યોગથી થવી જોઈએ. અને બાકીની વસ્તુઓ ગૌણ રૂપે આવે. ઊલટું મેં તો એમ કહ્યું છે કે, આખી સામાન્ય કેળવણી ઉદ્યોગદ્વારા અપાય અને ઉદ્યોગની જોડાજોડ આગળ વધે. આ વસ્તુ લેખકે મારા મોઢામાં શબ્દો કરતાં છે જ જુદી છે. મધ્યયુગમાં શું બનતું એ હું જાણતો નથી. પણ હું એટલું અવશ્ય જાણું છું કે, મધ્યયુગમાં કે બીજા કોઈપણ યુગમાં ઉદ્યોગ વાટૅ અમ્નુસ્યનઓ સર્વાંગી વિકાસ સાધવાનું ધ્યેય કદી રખાયું નહોતું . આ વિચાર નવો અને મૌલિક છે. એ ખોટો પુરવાર થાય એથી એની મૌલિકતામાં બાધ આવતો નથી. અને કોઈ મૌલિક વિચારને મોટા પાયા પર અજમાવી જોયો ન હોય ત્યાં લગી તેના અપ્ર સીધો ઘા કરવો ઉચિત નથી. એને અજમાવી જોયા વિના જ એ અશક્ય છે એમ કહી દેવું, એ કંઈ દલીલ નથી.

વળી મેં એમ પણ નથી કહ્યું કે, વાચનલેખન દ્વારા અપાનારું ભણતર છેક જ છેડે આવવું જોઈએ. ઊલટું ભણતર તો છેક શરૂઆતમાં જ આવે છે. એ તો બાળકના સર્વાંગી ઘડતરનું એક અવિભાજ્ય અંગ છે. મેં બેશક એમ કહ્યું છે, ને અહીં ફરી કહું છું કે, વાચન જરાક મોડું આવે અને લેખન છેલ્લું આવે. પણ એ આખી ક્રિયા પહેલા વરસમાં પૂરી થવી જ જોઈએ; એટલે કે, મેં કલ્પેલી પ્રાથમિક શાળામાં બાળકને પહેલાં વરસમાં આજની પ્રાથમિક શાળાના પહેલા વરસમાં મળે છે એના કરતાં ઘણી વધારે સામાન્ય માહિતી મળશે. એ બાળક શુદ્ધ ઉચ્ચાર સાથે વાંચી શકશે, અને આજે બાળકો ભમરડાં જેવા અક્ષર કાધે છે તેને બદલે શુદ્ધ અક્ષરો લખી શકશે. વળી એ બાળક સાદા સરવાળા; બાદબાકી ને સાદા આંક પણ જાણશે. અને આ બધું તે જે કંઈક હાથૌદ્યોગ - દા. ત. કાંતણ - સ્વેચ્છાએ શીખશે, તેની મારફતે અને તેની સાથે સાથે ભણશે.

૬૧