આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજી કલમમાં આપેલો ભાવાર્થ પણ પહેલી કલમના જેટલો જ અધૂરો છે. કેમ કે મેં તો એમ કહ્યું છે કે, ઉદ્યોગ દ્વારા અપાતી કેળવણી, મેં એને માટે રાખેલાં કુલ સાત વરસ દરમ્યાન સ્વાવલંબી બનવી જોઈએ. મેં સ્પષ્ટપણે કહ્યું છે કે, પહેલાં બે વરસમાં એમાં અમુક અંશે ખોટ પણ આવે.

મધ્યયુગ કદાચ ખરાબ હોય, પણ અમુક વસ્તુ મધ્યયુગની છે માટે જ હું એને વખોડી કાઢવાને તૈયાર નથી. રેંટિયો અવશ્ય મધ્યયુગનો છે, પણ એ કાયમ ટકવાનો છે એમ મને ભાસે છે. તેંટિયો તો જે અગાઉ હતો તેનો તે જ છે; પણ એક કાળે, ઇસ્ટ ઇંડિયા કંપનીના આગમન પછી, તે જેમ ગુલામીની મૂર્તિ બન્યો છે. આપણા પૂર્વજોએ સ્વપ્ને પણ કલ્પ્યો હશે એના કરતાં વધારે ઊંડો અને સાચો અર્થ આધુનિક ભારતવર્ષને એમાં જડ્યો છે. એજ પ્રમાણે હાથૌદ્યોગ એ એક કાળે કારખાનાની મજૂરીના પ્રતીક રૂપે ભલે હોય, પણ હવે તે સંપૂર્ણ અને સાચા અર્થમાં શિક્ષણનું પ્રતિક અને સાધન બની શકે છે. જો પ્રધાનો માં પૂરી કલ્પનાશક્તિ અને હિમ્મત હશે, તો કેળવની ખાતાના મોટા અમલદારો અને બીજાઓ, બેશક સદ્ભાવપૂર્વક, જે ટીકા કરે છે તે છતાં - અને ખાસ કરીને એ ટીકા જ્યારે કાલ્પનિક માન્યતાઓને આધારે કરેલી હોય ત્યારે - તેઓ આ વિચારને અજમાયશ આપ્યા વિના નહીં રહે.

અધ્યાપક ખુશાલ શાહની યુવાનો અને યુવતીઓ પાસે ફરજિયાત ભણાવવાનું કામ લેવાની યોજના સારી છે એમ આ લેખકે માન્યું તે છે, પણ એને માટે તે પાછળથી પસ્તાયા લાગે છે. કેમ કે એ કહે છે:

"આમ શિક્ષકનું કામ ફરજિયાત કરાવવું એ અમારે મન એક અત્યાચાર છે. નિશાળોમાં, જ્યાં નાના નાના બાળકો ભેગાં થાય છે ત્યાં, એવાં જ સ્ત્રી પુરુષો હોવાં જોઈએ જેમણે આ જગતમાં સ્વાર્પણ કરેલું હોય એટલે અંશે, આ ધંધાને જીવન અર્પણ કરેલું હોય, અને જેઓ નિશાળમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ ફેલાવે એવાં હોય. આપણે આપણા યુવકયુવતીઓ પર ઘણાં વધારે પડતા, અખતરા કર્યાં છે, પણ આ નવા અખતરામાંથી જે પરિણામો આવવાનો સંભવ દેખાય છે, તેમાંથી આપણે એવી પાયમાલીમાં
૬૨