આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવી પડીશું કે એમાંથી ઓછામાં ઓછાં પચાસ વરસ લગી છૂટા આરો નહીં રહે. આ આખી વસ્તુની પાચહ કલ્પના એ રહેલી છે કે, અધ્યાપન એ એક એવી કળા છેજેને માટે જરા પણ પૂર્વ તૈયારીની કે તાલીમની જરૂર નથી અને દરેક પુરુષ કે સ્ત્રી સ્વ્યંભૂ શિક્ષક કે શિક્ષિકા છે. ખુશાલ શાહ જેવા વિખ્યાત માણસ આવો વિચાર કેમ રાકહ્તા હશે એ સમજી શકાતું નથી. આ વિચાર એક નરી ધૂન છે, ને એનો અમલ કરવામાં આવશે તો પરિણામ બહુ માઠાં આવશે. વળી દરેક માણસ બાળકોને ઉદ્યોગ વગેરેનું શિક્ષણ કેમ આપી શકે?"

અધ્યાપક શાહ એમના કથનો બચાવ કરવાને સમર્થ છે. પણ હું આ લેખકને એટલું યાદ દેવા ઇચ્છું છું કે, અત્યારના શિક્ષકો કંઈ સ્વયંસેવકો નથી. તેઓ આજીવિકાને અર્થે કામ કરનારા ભાડૂતી (આ શબ્દ એના સ્વાભાવિક અર્થમાં વાપરું છું) માણસો છે. અધ્યાપક શાહની યોજનામાં એવી કલ્પના તો અવશ્ય રહેલી જ છે કે, ફરજિયાત અધ્યાપકનું કામ કરવા માટે સ્ત્રીપુરુષોને લેવામાં આવે તે પહેલાં તેમનામાં સ્વદેશપ્રેમ, સ્વાર્પણની ભાવના, અમુક પ્રમાણમાં શુભ સંસ્કાર, અને હાથઉદ્યોગની તાલીમ એટલું તો હોવું જ જોઈએ. એમની કલ્પના સંગીન છે, તદ્દન શક્ય ને વ્યવહાર્ય છે, અને એના પર પૂરેપૂરો વિચાર ચલાવવો ઘટે છે. આપણને સ્વયંભૂ શિક્ષકો મળી રહે ત્યાં સુધી આપને વાટ જોવાની હોય તો એમને માટે જગતના અંતકાળ લગી વાટ જોતા આપણે બેસી રહેવું પડશે. હું એમ કહેવા ઇચ્છું છું કે, શિક્ષકો અને શિક્ષિકાઓને બને એટલા ઓછામાં ઓછા સમયમાં મોટા પ્રમાણમાં તાલીમ આપીને તૈયર કરવા પડશે. જ્યાં સુદી અત્યારના સિક્ષિત યુવક યુવતીઓની સેવા એમને સમજાવીને આ કામ માટે ન લેવામાં આવે, ત્યાં સુધી એ બની ન શકે. એ વર્ગ તરફથી જ્યાં લગી સ્વેચ્છાએ જવાબ ન મળે ત્યાં લગી આ કામ બની શકે એવું નથી. સવિનયભંગની લડતમાં તેમણે, ગમે એટલો ઓછો પણ, જવાબ આપ્યો હતો. હવે જ્યારે કેવળ આજીવિકા જેટલા પૈસા લઈને રચનાત્મક કાર્યમાં સેવા આપવાની હાકલ થશે, ત્યારે શું તેઓ જવાબ આપવાની ના પાડશે ?

૬૩