આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પછી આ લેખક પૂછે છે:
"૧. કાચો માલ જ્યારે નાનાં છોકરાં વાપરે ત્યારે એમના ઘણો બગાડ થવાની ગણતરી આપણે ન રાખવી ઘટે?
૨. તૈયાર માલનું વેચાણ કોઈ મધ્યવર્તી સંસ્થા કરશે ? એના ખરચનું શું ?
૩. એવા ભંડારોમાંથે ચીજો લેવાની પ્રજાને ફરજ પાડવામાં આવશે ?
૪. જે વર્ગો અત્યારે આ ચીજો બનાવે છે તેમનું શું ? એમની અપ્ર આની શી અસર થશે?"
મારા જવાબ આ પ્રમાણે છે :
"૧. બેશક કમીક બગાડ તો થશે જ, પણ પહેલા વરસની આકહ્રે પણ દરેક બાળકે કંઈક નફો કર્યો હશે.
૨. આમાંનો ઘણો માલ રાજ્ય પોતાની જરૂરિયાતોને માટે રાખી લેશે.
૩. રાષ્ટ્રનાં બાળકોએ બનાવેલી ચીજો ખરીદવાની કોઈને ફરજ નહીં પડવામાં આવે; પણ રાષ્ટ્ર પોતાનાં બાળકોએ બનાવેલી ચીજો પોતાના વાપરને માટૅ ગર્વભેર અને દેશપ્રેમભર્યા આનંદપૂર્વક ખરીદે એવી અપેક્ષા જરૂર રાખેલી છે.
૪. ગામડાંના હાથૌદ્યોગથી બનેલી ચીજોમાં હરીફાઈ ભાગ્યે જ હોય છે. અને કોઈ પણ ગામઠી બનાવટોની જોડે અઘટિત હરીફાઈમાં ન ઊતરે એવી જ ચીજો નિશાળોમાં બનાવવામાં આવે એની કાળજી અવશ્ય રાખવામાં આવશે. દાખલા તરીકે ખાદી, ગામઠી કાગાળ, તાડનો ગોળ વગેરેને કોઈ હરીફ છે જ નહીં."

ह० बं०, ૧૭-૧૦-'૩૭

૬૪