આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં સાત વરસનો અભ્યાસક્રમ કલ્પેલો છે. એટલામાં તકલીનું શિક્ષણ વધતાં વધતાં વણાટનું વહેવારુ જ્ઞાન સુધી (રંગાટા, ભાત પાડવી વગેરે સહિત) પહોંચ્યું હોય. આપણે જેટલું કાપડ પેદા કરીએ એટલાને માટે ઘરાકી તો તૈયાર જ પડેલી છે.

શિક્ષકનો ખરચ તેના વિદ્યાર્થીઓના ઉદ્યોગના ફળમાંથી નીકળે એ વસ્તુનો મને ઘણો આગ્રહ છે એનું કારણ એ છે કે, આપણાં કરોડો બાળકો સુધી કેળવણી પહોંચાડવા માટે બીજો રસ્તો નથી. આપણને એટાલી આવક મળી રહે, વાઈસરૉય લશ્કરી ખરચ ઘટાડે, વગેરે વસ્તુઓ બને, ત્યાં સુધી રાહ જોતાં બેસવું આપણને પાલવે નહીં. એટલું યાદ રાખવાનું છે કે, આ પ્રાથમિક કેળવણીમાં ઘર, આંગણાં ને રસ્તાની તેમ જ શરીર સફાઈ, શરીરનું આહાર દ્વારા પોષન વગેરેનાં મૂળતત્ત્વો, પોતાનું કામ જાતે કરી લેવાની ટેવ, ઘેર માબાપને મદદ કરવાની ટેવ, વગેરેનો સમાવેશ થશે. આજના જમાનાના છોકરાઓને સ્વચ્છતા કે સ્વાશ્રયનું ભાન નથી હોતું ને તેમનાં શરીર નમાલાં હોય છે. એટલે હું તો બાળકોને સંગીતમય કવાયત વગેરે ફરજિયાત શારીરિક કેળવણી આપું.

હું અક્ષરજ્ઞાનનો વિરોધી છું એવો આરોપ મારા પર મૂકવામાં આવ્યો છે. મારે તો ફક્ત અક્ષરજ્ઞાન કેમ અપાય એનોરસ્તો બતાવવો છે. મારી સૂચનામાં સ્વાવલંબન વિષેના ભાગની સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એ આક્ષેપ કરનારા કહે છે કે, આપણે ખરું જોતાં કરોડો રૂપિયા પ્રાથમિક કેળવણી પાછળ ખરચવા જોઈએ તેને બદલે આપણે તો બાળકોનું શોષણ કરવા માગીએ છીએ. પાર વિનાનો બગાડ થશે એવી પણ બીક કેટલાકને છે. એ બીક અનુભવે ખોટી ઠરેલી છે. બાળકોનું શોષણ કરવાનીકે તેમના પર બોજો નાખવાની વાત વિષે તો હું કહું કે, બાળકોને આફતમાંથી બચાવવું એનો અર્થ તેના પર બોજો નાખ્યો એવો થાય ખરો કે? તકલી એ તો એક રમકડું છે. એ ઉત્પાદ્ક રમકડું છે એટલા માટે કંઈ રમકડું મટી નથી જતું. આજે પણ બા।અલો તેમનાં માબાપને અમુક અંશે તો મદદ કરે જ છે. સેગાંવના બાળકો

૬૮