આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સફળતાની કસોટી ગણું. સાત વરસની આખરે બાળકો પોતાની કેળવણીનો ખરચ આપતાં ને કંઈક કમાણી કરતાં થવા જોઈએ.

કૉલેજની કેળવણી એ મોટે ભાગે શહેરનો પશ્ન છે. એ કેળવણી પ્રાથમિક કેળવણીની પેઠે સર્વથા નિષ્ફળ ગઈ છે એમ હું ન કહું, જો કે એનાં પરિણામ ઠીક ઠીક નિરાશાજનક ગણાય. એક પણ ગ્તૅજ્યુએટ બેકાર શા સારુ હોવો જોઈએ?

તકલીનો દાખલો મેં આપ્યો છે તે એટલા માટે કે, વિનોબાને એનો સૌથી વધારે વહેવારુ અનુભવ છે, ને એની સામે કંઈ વાંધા ઊઠશે તો તેનો જવાબ આપવાને વિનોબા અહીં બેઠેલા છે. કાકા સાહેબ પણ ત્મને કંઈક કહી શકશે, જોકે એમનો અનુભવ વ્યવહારિક કરતાં તાત્ત્વિક વધારે ગણાય. કાકાસાહેબે જનરલ આર્મસ્ટ્રૉંગના પુસ્તક 'એજ્યુકેશન ફૉર લાઈફ' (જીવનની કેળવણી) તરફ, ખાસ કરીને એમનાં 'હાથની કેળવણી' વિષેના પ્રકરન તરફ મારું ધ્યાન ખેંચ્યું હતું. સ્વ.મધુસૂદન દાસ વકીલ હતા, પણ એમને ખાતરી થઈ ગઈ હતી કે, આપણા હાથપગના વાપર વિના આપણાં મગજ જડ થઈ જવાનાં છે, અને કામ કરશે તોયે તે સેતાનના વાસ બની જવાનાં છે. ટૉલ્સટૉયે એની અનેક વાર્તાઓ દ્વારા એ જ પાઠ શીખવ્યો છે.

[સ્વાવલંબી પ્રાથમિક કેળવણીની પોતાની યોજનાના પાયામાં રહેલું મૂળભૂત તત્ત્વ સમજાવતાં ગાંધીજીએ કહ્યું:]

આપણે ત્યાં કોમ કોમના ઝઘડા થાય છે - આપણે ત્યાં જ થાય છે ને બીજે નથી થતાં એવું અન્થી. ઇંગ્લંડમાં પણ 'ગુલાબોનાં યુદ્ધ' થયેલાં, અને આજે બ્રિટિશ સામ્રાજ્યવાદ જગતનો શત્રુ છે. આપને કોમી વિખવાદ અને આંતરરાષ્ટ્રીય વિખવાદની જડ કાધવી હોય, તો મેં બતાવી છે એવી કેળવણી પર નવી પેઢીને ઊછેરીને શુદ્ધ ને સબળ પાયાથી જ શરૂઆત કરવી જોઇએ. એ યોજનાનો ઊગમ અહિંસામાંથી છે. મેં એ રાષ્ટ્રના સંપૂર્ન દારૂબંદી કરવાના નિર્ધારને અંગે સૂચવેલી, પણ હું તમને કહેવા ઇચ્છું છું કે, આવકની ખોટ જવાની ન હોત ને આપણી તિજોરી ભ્રપૂર હોત તોપણ, જો આપણે આપણા છોકરાઓનેશહેરી ન બનાવી દેવા હોય તો, આ કેળવણી અતિ આવશ્યક છે. આપણે એમને આપણા સંસ્કારના, આપની સંસ્કૃતિના, આપણા રાષ્ટ્રના સાચા પ્રાણના પ્રતિનિધિ બનાવવા છે. એ આપણને એમને

૭૦