આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમનું એ કહેવું બરાબર નથી. એક બહેન થોડા દિવસ પર મને મળવાં આવ્યાં હતાં, તેમણે મને કહ્યું કે, અમેરિકાની 'પ્રોજેક્ટ' પદ્ધતિ અને મારી પદ્ધતિ વચ્ચે ઘણો જ મોટો ભેદ છે. પણ તમારે ગળે મારી યોજના ઊતરે તોયે એ સ્વીકારો એવું હું નહીં કહું. જો આપણા પોતાના માણસો ન્યાયથી વર્તે, તો આ નિશાળોમાંથી ગુલામો નહીં પણ સંપૂર્ન કારીગરો પેદા થાય. બાળકો પાસેથી લીધેલી કોઈ પણ પ્રકારની મહેનતની કિંમત કલાકે બે પૈસા જેટલી તો થવી જ જોઈએ. પણ તમે મારા પ્રત્યેના આદરને લીધે કશું પણ ન સ્વીકારશો. હું મૃત્યુને દ્વારે બેઠેલો છું, અને કંઈ પન વસ્તુ જળજબરીથી લોકો પાસે કબૂલ કરાવવાનો મને સ્વપ્ને પન વિચાર ન આવે. આ યોજના પૂરા ને પાકા વિચાર પછી જ સ્વીકારવા જોઈએ, જેથી એ થોડા વખતમાં છોડી દેવી ન પડે. હું અદ્યાપક શાહે અખેલી વાતમાં સંમત છું કે, જે રાજ્ય તેનાં બેકારોને માટે જોગવાઈ ન કરી શકે તેની કશી કિંમત નથી. પણ એમને ભીખનો ટુકડો આપવો એ કંઈ બેકારીનો ઇલાજ નથી. હું તો એમાંના દરેક જનને કામ આપું ને એમને પૈસા નહીં તો ખોરાક આપું. ઈશ્વરે આપણને સરજ્યા છે તે ખાઈપીને મોજ કરવા સારુ નહીં, પણ પરસેવો પાડીને આજીવિકા કમાવા સારુ.


[ગાંધીજીની સૂચના પર ચર્ચા થઈ ને આખરે પરિષદમાં કરવામાં આવ્યા તે ઠરાવો આ પ્રમાણે હતા:]

"૧. આ પરિષદનો અભિપ્રાય એવો છે કે, સાત વરસ લગીની મફત અને ફરજિયાત કેળવણી રાષ્ટ્રવ્યાપી પાયા પર અપાવી જોઈએ.

૨. કેળવણી જન્મભાષા દ્વારા અપાવી જોઈએ.

૩. આ આખા સમય દરમ્યાન કેળવણીનું મધ્યબિંદુ કોઈ પ્રકારનું શારીરિક અને ઉત્પાદક કામ હોવું જોઈએ, અને બાળકનું વાતાવરણ લક્ષમં રાખીને પસંદ કરેલા મધ્યવર્તી હાથૌદ્યોગની જોડે બને ત્યાં સુધી અનુસંધાન રહે એવી રીતે, તેની અબ્ધી શક્તિઓનો વિકાસ થવો જોઈએ કે શિક્ષણ અપાવું જોઈએ.

૭૨