આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪. આ પરિષદ અપેક્ષા રાખે છે કે, આ શિક્ષન પદ્ધતિમાંથી ધીરે ધીરે શિક્ષકોનો પગર નીકળી રહેશે."

આ પછી, આ ઠરાવોને ધોરને અભ્યાસક્રમની યોજના [૧] પ્રાંતોના પ્રધાનો પરિષદના ઠરાવોનો અમલ કરી શકે એવી ઢબની, તૈયાર કરવાને અને પરિષદના પ્રમુખની આગળ એક મહિનાની અંદર હેવાલ રજૂ કરવાને નીચેના સજ્જનોની એક સમિતિ નિમાઈ :

ડૉ. ઝાકિર હુસેન (પ્રમુખ)
શ્રી આર્યનાયકમ્ (મંત્રી)
શ્રી ખ્વાજા ગુલામ સૈયફુદ્દીન
શ્રી વિનોબા ભાવે
શ્રી કાકાસાહેબ કાલેલકર
શ્રી કિશોરલાલ મશરૂવાળા
શ્રી જે. સી. કુમારપ્પા
શ્રીકૃષ્ણદાસ જાજૂ
શ્રી અધ્યાપક ખુશાલ શાહ
શ્રીમતી આશાદેવી

બીજાં નામો ઉમેરવાની સત્તા સાથે.


[પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ પરિષદનો ઉપસંહાર કરતાં કહ્યું :]

તમે સૌ ભાઈબહેનો અહીં આવ્યાં ને મને આ કામમાં સાથ આપ્યો તેને સારુ હું તમારો આભારી છું. તમારી પાસે હજુ વધારે સહકારની આશા હું રાખીશ, કેમ કે આ પરિષદ તો અહ્જુ પહેલી છે ને એવી તો ઘણી પરિષદો આપણે ભરવી પડશે. માલવીયજી મહારાજે મને ચેતવનીનો તાર મોકલ્યો છે, પણ એમને તો હું આશ્વાસન આપી ચૂક્યો છું કે, આ પરિષદમાં અંતિમ નિર્ણયો થવાના નથી, એ શોધકોની પરિષદ છે, અને દરેક જણને સૂચના અને ટીકા આપવાને નિમંત્રણ અપાયું


  1. (આ યોજના હવે પુસ્તકાકારે બહાર પડી છે. તેમ જ हरिजनबंधू ના ૧૨-૧૨-'૩૭ના અંકમાંથી તેમાં પણ અપાઈ છે.)
૭૩