આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. કોઈ પણ ચીજ ઝપાટાભેર પરાણે કરાવી નાખવાનો મારો જરા પણ વિચાર નથી. રાષ્ટ્રીય શિક્ષણ અને દારૂબંધીની કલ્પનાઓ અસહકારના જેટલી જૂની છે. પણ એ ચીજ એના અત્યારના રૂપમાં તો મને દેશના બદલાયેલા સમ્જોગોમાં સૂઝેલી છે.

ह० बं० ૩૧-૧૦-'૩૭


૧૭
એક ડગલું આગળ

વર્ધામાં ગયે અઠવાડિયે મળેલી શિક્ષણ પરિષદે કરેલા કામકાજનો હેવાલ ( ઉપર પ્ર. ૧૬માં) આપેલો છે. પ્રજા અને મહાસભાના પ્રધાનોની આગળ મારી યોજના રજૂ કરવાના કાર્યમાં આ પરિષદથી એક નવું અને અગત્યનું પ્રકરણ શરૂ થાય છે.એટલા બધા પ્રધાનો પરિષદમાં હાજર હતા એ શુભ ચિહ્ન હતું. પરિષદમાં મુખ્યત્વે જે વાંધા લેવાયા ને ટીકા થઈ તે શિક્ષણ સ્વાવલંબી હોવું જોઈએ એ વિચાર - મેં રજૂ કરેલા સંકુચિત રૂપમાં પણ - ની સામે હતાં. એટલે પરિષદે જે ઠરાવ કર્યા છે એમાં બહુ સાવચેતી રાખેલી છે. પરિષદને અજાણ્યા સમુદ્રમાં નાવ હંકારવાનું હતું એ વિષે તો કશી શંકા નથી. એની નજર આગળ અગાઉનું એકે સંપૂર્ણ દૃષ્ટાંત ન હતું. મેં રજૂ કરેલો વિચાર જો સાચો હશે તો તેનો વ્યવહારમાં અમલ જરૂર કરી શકાશે.આખરે તો તેમને સ્વાવલંબન્વાળા ભાગ પર શ્રધ્ધા હોય તેમણે એ વિચાર પ્રમાણે નિશાળો ચલાવીને એ વિચારનું સંગીનપણું પુરવાર કરી બતાવવાનું છે.

માધ્યમિક અભ્યાસક્રમમાંથી અંગ્રેજી બાદ કરીને બાકીના શિક્ષણ સહિતની પૂરી પ્રાથમિક કેળવણી કોઈ પણ ઉદ્યોગ દ્વારા અપાવી જોઈએ એ પ્રશ્ન વિષે તો આશ્ચર્યકારક એકમતી હતી. છોકરા અને છોકરીઓમાં રહેલા પૂર્ણ પુરુષત્વ કે સ્ત્રીત્વનો વિકાસ ઉદ્યોગ દ્વારા સાધવાનો છે, એ હકીકત આપોઆપ નિશાળોને કારખાનાં બનાવતી અટકાવે છે, કેમ કે છોકરા છોકરીઓને જે ઉદ્યોગનું શિક્ષણ મળે તેમાં તેઓ અમુક અંશે

૭૪