આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિચાર કરતી હોય, તેમનાથી કશો અર્થ નહીં સરે. તેઓ જો યોજનામાં ભળે તો તેમણે શુધ્ધ સેવાભાવથી એમાં પડવું જોઈએ ને ને પોતાનું જીવનકાર્ય બનાવવું જોઈએ. તેઓ જો સ્વાર્થી વૃત્તિથી એમાં પડશે તો તેઓ ધાર્યું કામ નહીં આપી શકે ને અતિશય નિરાશ થશે. જો ભારતવર્ષની સંસ્કારી મહિલાઓ ગાંમડાંની પ્રજા સાથે - અને તે પણ તેમનાંબાળકો મારફતે - એકતા સાધે, તો તેઓ ભારતવર્ષનાં ગામડાંના જીવનને શાંત અને ભવ્ય એવી ક્રાંતિ કરાવશે. તેઓ એને માટે તત્પર થશે ખરાં?

ह૦ बं૦, ૩૧-૧૦-'૩૭

૭૬