આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાધે છે, અને તેની બુધ્ધિશક્તિ તેમ જ પરોક્ષ રીતે આત્મશક્તિ પણ એળે જતી અટકાવે છે ને, એ શક્તિમાં વધારો કરે છે. અહીં પણ એમ ન સમજવું કે, હું લલિત કાળાઓને ઉતારી પાડવા માગું છું. પણ એમને અયોગ્ય સ્થાને ન મૂકું.કોઇ પણ ચીજને અસ્થાને મૂકો એટલે કચરો ગણાય., એ વર્ણન સાચુ છે.હું કહું છું એનો પુરાવો જોઈતો હોય તો જે કાંડીબંધ નકામુ, એટલું નહીં પણ અશ્લીલ સાહિત્ય ધોધની પેઠે પેદા થ ઈ રહ્યું છે તે જ જુએ। । એનાં જે પરિણામ આવી રહ્યાં છે તે પણ નરી આંખે જોઈ શકાય એવાં છે.

ह.बं., ૬-૬-'૩૭


ત્યારે શું કરીશું

['ટીકાનો જવાબ' એ લેખમાંથી]


કેળવણીના પ્રશનનો ઉકેલ કેમ કરવો, એ સવાલ દુર્ભાગ્યે દારૂની આવક બંધ થઈ જવાના સવાલની સાથે સંકળાઈ ગયેલો છે. નવા કર ઉઘરાવવાના રસ્તા તો અવશ્ય છે જ. અધ્યાપક શાહ અને ખંભાતાએ બતાવ્યું છે કે, આ ગરીબ દેશમાં પણ હજુ નવા કર ભરવાની શક્તિ છે. ધનિકોના ધનની ઉપર હજૂ પૂરતા કર નથી નખાયા. દુનિયામાં સૌથી વધારે આ દેશમાં અમુક વ્યક્તિઓએ પોતાના હાથમાં અઢળક ધન જમા કરી રાખવું, એ હિંદી માનવસમાજ સામે ગુનો છે. એટલે અમુક હદમાં વધારેની દોલત પર ગમે એટલા કર નાખો તોયે કરની સીમા આવી ગઈ છે એમ ન ગણાય. મેં સાંભળ્યું છે કે, ઈંગ્લંડમાં અમુક હદથી વધારાની આવક પર આવકના સિત્તેર ટકા જેટલો કર નાખવા સુધી પહોંચ્યા છે. હિંદુસ્તાનમાં એથી મોટા આંકડા લગી શા સારુ ન પહોંચે? એક માણસના મરણ પછી બીજાને વારસો મળે તેના ઉપર કર શા સારુ